જયપુર:90 લાખનું પ્લૉટ ખરીદી,ડૉ.ના ઘરમાંથી 400 કિલો ચાંદી ચોરી,4ની ધરપકડ

03 March, 2021 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જયપુર:90 લાખનું પ્લૉટ ખરીદી,ડૉ.ના ઘરમાંથી 400 કિલો ચાંદી ચોરી,4ની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાની રાજધાની જયપુરમાં સુરંગ ખોદી કરોડોની ચાંદી ચોરી કરવા મામલે ચાર આરોપી કેદાર જાટ, કાળૂરામ સૈની, બનવારી લાલ જાંગિડ તેમજ રામકૃષ્ણ જાંગિડની ધરપકડ કરી લેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મુખ્ય આરોપી શેખર અગ્રવાલે આ ઘટનાનું કાવતરું ઘડ્યું હતું. આમાં તેણે ભાણેજ જતિન જૈનને પણ સામેલ કર્યો હતો. બન્ને હાલ ફરાર છે. શેખરને ડૉક્ટર ઓળખતો હતો અને તેને ખબર હતી કે ડૉક્ટરને ત્યાં મોટી સંખ્યામાં ચાંદી રાખવામાં આવી છે.

નોંધનીય છે કે શહેરના વૈશાલી નગર વિસ્તારમાં રહેતા હરપ્લાન્ટ વિશેષજ્ઞ ડૉક્ટર સુનીત સોનીને ત્યાં ચોરી થઈ હતી. આરોપીઓએ ઘટનાને અંજામ આપતા ડૉક્ટરના ઘર પાસે 87 લાખ રૂપિયામાં મકાનની ખરીદી અને પછી લગભગ 15 ફૂટ ઊંડાણમાં 20 ફૂટ લાંબી સુરંગ ખોજીને ડૉક્ટરના ઘરના બેઝમેન્ટમાં રાખેલા ત્રણ બૉક્સમાંથી કરોડો રૂપિયાની ચાંદી લઈ લીધી. પોલીસે તપાસ કરી તો ખબર પજજી કે ડૉક્ટરના ઘરની પાછળ એક ઘરના રૂમમાંથી સુરંગ ખોદવામાં આવી છે. ચોર આ સુરંગ દ્વારા જ બેઝમેન્ટ સુધી પહોંચ્યા અને પછી જમીન ખોદીને બૉક્સ કાઢીને લઈ ગયા. આ મામલે પોલીસે બનવારીની પહેલા જ ધરપકડ કરી લીધી હતી. બનવારીના નામે જ ડૉક્ટરના ઘરની સામે મકાન ખરીદવામાં આવ્યું હતું. જો કે, મકાનનો માલિક શિખર અગ્રવાલ છે, જે પોતે વ્યાપારી છે. તેના કહેવા પર ડૉક્ટરે ચાંદીમાં ઇન્વેસ્ટ કર્યું. કહેવામાં આવે છે કે કેદાર જાટ, કાળૂરામ સૈની તેમજ રામકૃષ્ણ જાંગિડે સુરંગ ખોદવામાં મદદ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે પિન્કસિટીના નામે જાણીતા જયપુરના વૈશાલી નગરથી કરોડો રૂપિયાની ચાંદીની ચોરીની ઘટના સામે આવી હતી. શહેરના નામી હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનના ઘરેથી ચોરોએ કરોડો રૂપિયાની ચાંદી પર હાથ સફાઇ કરી દીધી. ઘરના બેઝમેન્ટમાં રાખવામાં આવેલા લોખંડના ત્રણ બૉક્સમાંથી ચાંદીની ઇંટ અને જ્વેલરી કાઢી લેવામાં આવી. જાણકારોનું કહેવું છે કે આ ચોરીનો આઇડિયા હૉલીવુડ ફિલ્મોમાંતી ચોરવામાં આવ્યો છે.

ડૉક્ટરે પોલીસને જણાવ્યું કે જ્યારે બે દિવસ પહેલા તે બેઝમેન્ટમાં ગયો હતો. ત્યાં બૉક્સમાંથી ચાંદીના ઘરેણાં ગાયબ હતા લોખંડના બધાં બૉક્સને કાપીને બધો જ કિમતી સામાન કાઢી લેવામાં આવ્યો હતો. બૉક્સની નીચે 2 ફૂટો ઊંડો ખાડો દેખાયો. તપાસમાં ખબર પડી કે લગભગ 20 ફુટ લાંબી સુરંગ ખોદીને આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. ડૉક્ટરે નોંધાવેલી એફઆઇઆરમાં ચાંદીનું વજન અને કિંમતની માહિતી આપવામાં આવી નહોતી. પોલીસનું અનુમાન હતું કે લોખંડના બૉક્સને જોતા લાગ્યું કે આમાં અનેક ક્વિંટલ ચાંદી હશે જેની કિંમત કરોડોમાં હોઇ શકે છે. આ બૉક્સને જમીનમાં દાટીને રાખવામાં આવ્યા હતા અને તેની ઉપર ટાઇલ્સ લગાડીને પાક્કી જમીન પણ બનાવવામાં આવી હતી.

national news Crime News jaipur