કેરળમાં ગર્ભવતી હાથણીના મૃત્યુના મામલે એક આરોપીની ધરપકડ, ત્રણની પૂછપરછ

05 June, 2020 12:46 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કેરળમાં ગર્ભવતી હાથણીના મૃત્યુના મામલે એક આરોપીની ધરપકડ, ત્રણની પૂછપરછ

હાથણીની હત્યા

કેરળમાં ગર્ભવતી હાથણીના મૃત્યુના મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેરળના વનમંત્રી રાજૂએ માહિતી આપતાં જણાવ્યું કે કેરળના પલક્કડમાં ગર્ભવતી હાથણીના મૃત્યુ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવીછે. આ પહેલા ગર્ભવતી હાથણીના મૃત્યુ મામલે ત્રણ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી.

આ ઘટનાની આખા દેશમાં વ્યાપક સ્તરે વિવેચના કરનામાં આવી. એવી શંકા છે કે 15 વર્ષીય હાથણીએ ફટાકડાંથી ભરાયેલું અનાનસ ખાઈ લીધું, જે તેના મોઢામાં જ ફૂટી ગયું, જેના એક અઠવાડિયા પથી 27મેના વેલિયાર નદીમાં તેનું મૃત્યુ થયું.

આની માહિતી રાજ્યના વનમંત્રીએ આપી. એક વરિષ્ઠ વન અધિકારીનું કહેવું છે કે લગભગ 40 વર્ષનો આરોપી કહેવાતી રીતે વિસ્ફોટકની પૂર્તી કરતો હતો. આ મામલે પહેલી ધરપકડ છે.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે અમારું ધ્યાન ત્રણ શંકાસ્પદો પર છે. સીએમએ એક ટ્વીટ કરીને કહ્યું, "ત્રણ શંકાસ્પદો પર ધ્યાન આપતાં એક તપાસ થઈ રહી છે. પોલીસ અને વન વિભાગ સંયુક્ત રૂપે ઘટનાની તપાસ કરશે."

જિલ્લા પોલીસ અને પ્રમુખ જિલ્લા વન અધિકારીએ ગુરુવારે ઘટનાસ્થળની વિઝિટ કરી હતી. અમે દોષિતોને ન્યાય અપાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશું. આ દરમિયાન, વન વિભાગે કહ્યું કે તપાસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. હાથણીના મૃત્યુની તપાસ માટે ગઠિત વિશેષ તપાસ ટીમને કેટલાક શંકાસ્પદોની પૂછપરછ કરી. વનવિભાગે કહ્યું કે દોષિતોને કડક સજા અપાવવા માટે કોઇ પણ કસર બાકી નહીં રાખે. વિભાગે એક ટ્વીટમાં કહ્યું કે, "હાથણીના શિકાર માટે નોંધાયેલા કેસમાં શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી છે. આ સંબંધે એસઆઇટીને મહત્વના પુરાવા મળ્યા છે. વન વિભાગ દોષિતોને અધિકતમ સજા અપાવવામાં કોઇ કસર બાકી નહીં રાખે"

બીજી તરફ, કેન્દ્ર સરકારે આ મામવે ગંભીર વલણ અપનાવતાં રાજ્ય પાસે રિપોર્ટ માગી છે. કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ઘટના પ્રત્યે ગંભીર વલણ અપનાવતાં કહ્યું કે કેન્દ્રએ આ બાબતે આખી રિપોર્ટ માગી છે અને દોષીઓ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું, "અમે ઘટના અંગે સંપૂર્ણ રિપોર્ટ માગી છે. દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે."

kerala national news Crime News