સેનાના વાઇટ ટાઇગર ડિવિઝને પોખરણમાં કરી સફળ વજ્રાઘાત એક્સરસાઇઝ

17 February, 2026 09:00 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

દર બે વર્ષે જેસલમેરના પોખરણમાં ભારતીય વાયુસેના પોતાની તાકાતનો અભ્યાસ કરે છે જેને વાયુશક્તિ-2026 નામ અપાયું છે.

જેસલમેરના પોખરણમાં K-9 વજ્ર નામની તોપનો વાઇટ ટાઇગર ડિવિઝન દ્વારા થઈ રહેલો અભ્યાસ.

આર્મી અને વાયુસેના દર વર્ષે રાજસ્થાનના રણપ્રદેશમાં યુદ્ધાભ્યાસની તૈયારી કરે છે. એના ભાગરૂપે તાજેતરમાં જેસલમેરના પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં સધર્ન કમાન્ડના વાઇટ ટાઇગર ડિવિઝને વજ્રાઘાત એક્સરસાઇઝ કરી હતી. રણપ્રદેશમાં K-9 વજ્ર નામની તોપ-સિસ્ટમે ખતરનાક લડાકુ ક્ષમતાઓને ફરીથી સાબિત કરી હતી. આર્મી દ્વારા ટેક્ટિક્સ, ટેક્નિક્સ અને પ્રોસીજર (TTP)ને વધુ બહેતર બનાવવા માટે ફોકસ કરીને આ એક્સરસાઇઝ કરવામાં આવે છે. K-9 વજ્ર હથિયારોની સ્પીડ, સટિકતા અને ટેક્નૉલૉજીથી ચાલતા ટાર્ગેટ પર મારકક્ષમતા તપાસવા માટે કરવામાં આવેલી એક્સરસાઇઝ સફળ રહી હતી. 

૨૭ ફેબ્રુઆરીએ થશે વાયુશક્તિ-2026 

રાજસ્થાનના સીમાડે આવેલા વિસ્તારોમાં ઑપરેશન સિંદૂરની તર્જ પર દુશ્મનોનાં ઠેકાણાંઓને નેસ્તનાબૂદ કરવાનો યુદ્ધાભ્યાસ શરૂ કરવામાં આવશે. દર બે વર્ષે જેસલમેરના પોખરણમાં ભારતીય વાયુસેના પોતાની તાકાતનો અભ્યાસ કરે છે જેને વાયુશક્તિ-2026 નામ અપાયું છે. ૨૭ ફેબ્રુઆરીએ થનારો આ અભ્યાસ દર બે વર્ષે થાય છે.

national news india indian army rajasthan defence ministry indian government jaisalmer