આર્મીનું ૧૦૦ કરોડ રૂપિયાથી વધારેનું કૌભાંડ

24 October, 2012 05:03 AM IST  | 

આર્મીનું ૧૦૦ કરોડ રૂપિયાથી વધારેનું કૌભાંડ


આ હકીકત બહાર આવતાં સંરક્ષણપ્રધાન એ. કે. ઍન્ટનીએ તત્કાળ તપાસનો આદેશ આપ્યો હતો. આર્મીએ જોકે દાવો કર્યો છે કે વિવિધ ખરીદીઓ માટે ૧૦૦ કરોડ રૂપિયાથી વધારેના ખર્ચમાં નિયમોનો ભંગ થયો નથી.

આર્મીના કમાન્ડરોને સૈન્યની તત્કાળ જરૂરિયાત પૂરી કરવા માટે ૧૨૫ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની ખાસ સત્તા આપવામાં આવેલી છે. સંરક્ષણ મંત્રાલયે કમાન્ડરો દ્વારા કરવામાં આવેલા ખર્ચની તપાસ કરવા કન્ટ્રોલર ઑફ ડિફેન્સ અકાઉન્ટ્સ (સીડીએ)ને આદેશ આપ્યો છે. હાલના આર્મી ચીફ જનરલ બિક્રમ સિંહ ૨૦૦૯થી ૨૦૧૧ દરમિયાન કલકત્તા સ્થિત ઈસ્ર્ટન કમાન્ડના વડા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જે બાયનોક્યુલર જેવી અનેક આઇટમો ભારતમાં સસ્તામાં ઉપલબ્ધ હોવા છતાં ઊંચી કિંમતે વિદેશમાંથી ખરીદવામાં આવી હતી.