ભારત માટે સારા સમાચાર, એંટીગુઆએ મેહુલ ચોકસીની નાગરિકતા કરી રદ

25 June, 2019 03:18 PM IST  |  નવી દિલ્હી

ભારત માટે સારા સમાચાર, એંટીગુઆએ મેહુલ ચોકસીની નાગરિકતા કરી રદ

એંટીગુઆએ મેહુલ ચોકસીની નાગરિકતા કરી રદ

જલ્દી જ ભાગેડુ મેહુલ ચોકસી ભારતમાં હશે. પંજાબ નેશનલ બેંકના ગોટાળાના આરોપી મેહુલ ચોકસીના પ્રત્યાર્પણને લઈને ભારત સરકારનું દબાણ કામ આવ્યું છે. એંટીગુઆ સરકારે પંજાબ નેશનલ બેંકના ગોટાળાના આરોપી મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એંટીગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું કે તેમની નાગરિકતા રદ કરવામાં આવશે.

એંટીગુઆની વેબસાઈટ એંટીગુઆ ન્યૂઝ રૂમના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનના નિવેદનનો હવાલો આપતા આ જાણકારી આપી છે. વેબસાઈટે લખ્યું છે કે ગયા શનિવારે વડાપ્રધાન બ્રાઉને એક રેડિયો કાર્યક્રમમાં કહ્યું કે જ્યારે ચોક્સીને નાગરિકતા આપવામાં આવી હતી ત્યારે ભારતીય અધિકારીઓએ કહ્યું હતું કે તેમનો કોઈ આપરાધિક રેકોર્ડ નથી. અધિકારીઓએ એવું નહોતું કહ્યું કે તેઓ આર્થિક અપરાધમાં વૉન્ટેડ છે.

વડાપ્રધાન ગેસ્ટ બ્રાઉને કહ્યું કે વાસ્તવમાં હવે મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરવામાં આવશે અને તેને ભારતને પ્રત્યાર્પિત કરવામાં આવશે. હું આગળ નહીં જવા માંગતો તેની યોગ્ય પ્રક્રિયા છે. ચોકસીનો મામલો ન્યાયાલય સમક્ષ છે. ચોકસીને કોર્ટમાં જવાનો અને પોતાને બચાવવાનો અધિકાર છે. હું આશ્વાસન આપી શકું છું કે જ્યારે તે પોતાના તમામ કાયદાકીય વિકલ્પો ખોઈ દેશે, ત્યારે તેને પ્રત્યાર્પિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મેહુલ ચોક્સીએ છોડી ભારતની નાગરિકતા, એન્ટીગુઆમાં સરેન્ડર કર્યો પાસપોર્ટ

પંજાબ નેશનલ બેંકને લગભગ 14 હજાર કરોડનો ચૂનો લગાવીને વિદેશ ભાગનાર હીરા કારોબારીને ભારત લાવવાના સંબંધમાં બોમ્બે હાઈકોર્ટે પણ સોમવારે મોટો નિર્ણય લેતા તેમના સ્વાસ્થ્યના વિશે કોર્ટને જાણકારી આપવા માટે નિષ્ણાંતોની એક ટીમનું ગઠન કર્યું છે. અદાલતે આ રિપોર્ટ એટલે માંગ્યો છે જેથી ખબર પડી શકે કે ચોકસી હવાઈ યાત્રા માટે ફિટ છે કે નહીં. આ ટીમ નવ જુલાઈએ પોતાનો અહેવાલ કોર્ટમાં દાખલ કરશે.

national news