બંગાળની ખાડીમાં INS Koraમાંથી કરાયું એંટી શીપ મિસાઈલ પરિક્ષણ

30 October, 2020 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બંગાળની ખાડીમાં INS Koraમાંથી કરાયું એંટી શીપ મિસાઈલ પરિક્ષણ

તસવીર સૌજન્યઃ ઈન્ડિયન નેવીનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન નેવીએ શુક્રવારે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. શુક્રવારે આઈએનએસ કોરામાંથી એંટી શીપ મિસાઈનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

બંગાળની ખાડીમાં તેનું પરિક્ષણ કરાયું હતું. જાણકારી પ્રમાણે આ મિસાઈલે ખુબ જ સટીક નિશાન લગાવ્યું અને જે શિપ પર પરિક્ષણ કરવામાં આવ્યું તેણે શિપને નષ્ટ કરી દીધી હતી.

ભારતીય નેવીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, INS કોરાથી છોડવામાં આવેલી મિસાઈલની સૌથી વધારે રેંજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું નિશાન બિલકુલ સટીક લાગ્યું છે. આઈએનએસ કોરા એક કોરા ક્લાસ જંગી જહાજ છે. જેનો ઉપયોગ આ પ્રકારની મીસાઈલ છોડવા માટે કરવામાં આવે છે. તેને 1998માં ભારતીય નેવીમાં સમાવેશ થયો હતો.

આ શિપની ડીઝાઈન ભારતીય નેવીના પ્રોજેક્ટ 25એ હેઠળ કરવામાં આવી છે. આ જંગી જહાજમાં KH- 35 એન્ટી શિપ મિસાઈલથી તૈનાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ભારતીય નેવીની પાસે આ પ્રકારના ત્રણ જંગી જહાજો છે. જેમાં આઈએનએસ કિર્ચ, આઈએનએસ કુલિશ અને આઈએનએસ કરમુકનો સમાવેશ થાય છે.

indian navy national news bay of bengal