મોદી સરકારનો વધુ એક માસ્ટર સ્ટ્રોક, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત

15 January, 2019 08:55 PM IST  | 

મોદી સરકારનો વધુ એક માસ્ટર સ્ટ્રોક, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત

પ્રકાશ જાવડેકરે અનામતને લઈ કરી મોટી જાહેરાત

આર્થિક આધાર પર અનામત બાદ મોદી સરકારે વધુ એક માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. જેના અંતર્ગત ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવે અનામત લાગૂ પડશે. જેનો લાભ અનામતનો લાભ મેળવતા SC/ST, OBC અને સામાન્ય વર્ગના આર્થિક રૂપથી પછાત તમામ વર્ગોને મળશે. અત્યાર સુધી આ અનામત માત્ર સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં જ લાગૂ પાડવામાં આવ્યું હતું.

આ મહત્વનો નિર્ણય એટલા માટે છે કારણ કે તેનાથી વિદ્યાર્થીઓ માટે નવા દરવાજા ખુલશે સાથે નોકરીઓને લઈને પણ તક વધી શકે છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપી કે એક જ અઠવાડિયામાં આ મામલે આદેશ જાહેર કરી દેવામાં આવશે.

જાવડેકરે જાણકારી આપી કે સામાન્ય વર્ગ માટે જાહેર કરવામાં આવેલી 10 ટકા અનામત 2019-20ના શૈક્ષણિક વર્ષથી લાગૂ પડી જશે. જેના માટે શૈક્ષણિક સંસ્થાઓમાં 25 ટકા બેઠકો પણ વધારાવામાં આવશે. અને સંસ્થાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે બજેટમાં ખાસ ફાળવણી કરવામાં આવશે. આ નિર્ણય UGC અને AICTEના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને લેવામાં આવ્યો છે. આ મામલે જલ્દી જ આદેશ બહાર પાડવામાં આવશે અને સંસદને પણ તેની જાણકારી આપવામાં આવશે.  

આ પણ વાંચોઃ સરકારી શિક્ષકોને મોદી સરકારની નવા વર્ષની ભેટ, 7મા પગારપંચનો મળશે લાભ

દેશભરમાં હાલ કુલ 900 યૂનિવર્સિટી અને 40 હજાર કૉલેજ છે. જે તમામ પણ અનામતનો આ કાયદો લાગૂ પડશે.

prakash javadekar narendra modi