અરુણાચલ પ્રદેશના અનિનીમાં શું ખાસ છે?

06 January, 2026 02:15 PM IST  |  Arunachal Pradesh | Gujarati Mid-day Correspondent

પર્વતો, જંગલો અને કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ દિબાંગ ખીણમાં આવેલું અનિની ટ્રેકિંગપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે

અનિની

અરુણાચલ પ્રદેશની દિબાંગ વૅલીમાં આવેલું અનિની ભારતનું સૌથી ઝડપથી ઊભરી રહેલું ઍડ્વેન્ચર ડેસ્ટિનેશન બન્યું છે. તાજેતરમાં ઍડ્વેન્ચર ટૂર ઑપરેટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (ATOAI)ના ૧૭મા ઍન્યુઅલ કન્વેન્શનનું આયોજન શ્રીનગરમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટૂરિઝમ સેક્ટરને લગતા પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અનિનીને ભારતના બેસ્ટ ઇમર્જિંગ ઍડ્વેન્ચર ડેસ્ટિનેશનનો અવૉર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. પર્વતો, જંગલો અને કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ દિબાંગ ખીણમાં આવેલું અનિની ટ્રેકિંગપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ પ્રદેશ એની સમૃદ્ધ પ્રાકૃતિક વિરાસત સાથે સાંસ્કૃતિક વિશેષતાઓ માટે પણ જાણીતો છે.

national news india arunachal pradesh travel news travelogue life masala