નિર્મલા સીતારમણ વિશ્વની ૧૦૦ સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં

10 December, 2020 04:40 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નિર્મલા સીતારમણ વિશ્વની ૧૦૦ સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં

નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અમેરિકાનાં નવા ચૂંટાયેલાં ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ, બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર શો અને એચસીએલ એન્ટરપ્રાઇઝના સીઈઓ રોશની નાદર મલ્હોત્રાને વિશ્વની ૧૦૦ શક્તિશાળી મહિલાઓની ફૉર્બ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે. જર્મનીની ચાન્સલર ઍન્જેલા મર્કેલ સતત દસમા વર્ષે આ યાદીમાં ટોચ પર છે. ૧૭મી વાર્ષિક ફૉર્બ્સ પાવર લિસ્ટમાં ૩૦ દેશોની મહિલાઓ સામેલ છે.

ફૉર્બ્સે કહ્યું, ‘એમાં ૧૦ દેશોની પ્રમુખ ૩૮ સીઈઓ અને મનોરંજન ક્ષેત્રની પાંચ મહિલાઓ છે. તેમની ઉંમર, રાષ્ટ્રીયતા અને જુદા-જુદા વ્યવસાય હોવા છતાં, તેમણે ૨૦૨૦ના પડકારોનો સામનો કરવા માટે તેમના પ્લૅટફૉર્મનો ઉપયોગ કર્યો હતો. ‘સીતારમણ આ યાદીમાં ૪૧મા સ્થાને છે, નાદર મલ્હોત્રા ૫૫મા અને મજુમદાર શો નંબર ૬૮. આ યાદીમાં લૅન્ડમાર્ક જૂથનાં વડાં રેણુકા જગતિયાણી ૯૮મા ક્રમે છે. મર્કેલ સતત દસમા વર્ષે પ્રથમ સ્થાન ધરાવે છે.

ફૉર્બ્સે કહ્યું, ‘મર્કેલ યુરોપનાં અગ્રણી નેતા છે અને જર્મનીના નાણાકીય સંકટને પહોંચી વળીને જર્મનીની સૌથી મોટી અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરી રહ્યાં છે. મર્કેલનું નેતૃત્વ અત્યંત મજબૂત રહ્યું છે.’ યુનાઇટેડ સ્ટેટસ ઑફ અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ હૅરિસ આ પદ પર આવેલાં પહેલાં અશ્વેત મહિલા છે. આ યાદીમાં તે ત્રીજા સ્થાન પર છે.

આ યાદીમાં ન્યુ ઝીલૅન્ડનાં પ્રધાનમંત્રી જેસિંડા આર્ડર્ન બીજા સ્થાને છે આ યાદીમાં બિલ અને મિલિંદા ગેટ્સ ફાઉન્ડેશનનાં સહઅધ્યક્ષ મિલિંદા ગેટ્સ (પાંચમા સ્થાને), યુએસ હાઉસની સ્પીકર નૅન્સી પેલોસી (સાતમા સ્થાને), ફેસબુકના મુખ્ય ઑપરેટિંગ અધિકારી શેરીલ સેન્ડબર્ગ (૨૨મા સ્થાને), યુકેનાં વડાં પ્રધાન શેખ હસીના (૩૯મા સ્થાને), યુકે ક્વીન એલિઝાબેથ બીજા (૪૬મા સ્થાને), પ્રખ્યાત કલાકારો રીહાના (૬૯મા સ્થાને) અને બેયોન્સ (૭૨મા સ્થાને) છે.

national news nirmala sitharaman