ડીમૉનેટાઇઝેશનના હિમાયતી ચંદ્રબાબુ નાયડુ હવે એકાએક વિરોધી બની ગયા

21 December, 2016 06:48 AM IST  | 

ડીમૉનેટાઇઝેશનના હિમાયતી ચંદ્રબાબુ નાયડુ હવે એકાએક વિરોધી બની ગયા




શરૂઆતમાં ડીમૉનેટાઇઝેશનને ટેકો આપનારા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ હવે વલણ બદલતાં એમ કહે છે કે નોટબંધીની જાહેરાતને ૪૦ દિવસ પૂરા થયા છતાં હજી એ બાબતની લોકોની મુશ્કેલીઓનો અંત નથી આવ્યો.

ગઈ કાલે વિજયવાડામાં તેલુગુ દેસમ પક્ષના સંસદસભ્યો અને વિધાનસભ્યોની એક દિવસની કાર્યશાળાને સંબોધતાં ચંદ્રબાબુએ જણાવ્યું હતું કે ‘આપણે ડીમૉનેટાઇઝેશન નહોતા ઇચ્છતા, પરંતુ હજી સુધી એ બાબતની મુશ્કેલીઓ પડી રહી છે. એ મુશ્કેલીઓનો કોઈ ઉકેલ હાથવગો નથી. હજી એ નાજુક અને જટિલ સમસ્યા છે.’

ડીમૉનેટાઇઝેશન બાબતના મુદ્દાના અભ્યાસ માટેની ૧૩ સભ્યોની સમિતિના વડા ચંદ્રબાબુ નાયડુ ૫૦૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાની હાઈ-વૅલ્યુ કરન્સી નોટ્સ રદ કરવાની તરફેણમાં હતા. ચંદ્રબાબુએ એવી માગણી કરી હતી અને તેમણે એ માગણીનો પુનરુચ્ચાર કરતો પત્ર ૧૨ ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો.