`અગ્નિવીરો`ને મળી આનંદ મહિન્દ્રા તરફથી નોકરીની ઑફર, જાણો શું છે...

20 June, 2022 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશના અનેક રાજ્યોમાં યોજના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. અનેક સંગઠનોએ સોમવારે ભારત બંધની જાહેરાત કરી છે. 

આનંદ મહિન્દ્રા (ફાઈલ તસવીર)

મહિંદ્રા ગ્રુપે સેનામાં ચાર વર્ષની સેવા પછી `અગ્નિવીરો`ની ભરતીની જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. તેમણે `અગ્નિપથ` યોજનાને લઈને ચાલતી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે તેમણે અગ્નિવીરોને મળનારી ટ્રેનિંગ ખાસ જણાવી છે. દેશના અનેક રાજ્યોમાં યોજના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. અનેક સંગઠનોએ સોમવારે ભારત બંધની જાહેરાત કરી છે. 

મહિન્દ્રાએ ટ્વીટ કર્યું, "અગ્નિપથ પ્રૉગ્રામને લઈને ચાલતા વિરોધથી દુઃખી છું. ગયા વર્ષે જ્યારે યોજના પર વિચાર કરવામાં આવ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું અને પુનરાવર્તિત પણ કર્યું કે અગ્નિવીરો જે અનુશાસન અને કૌશલ શીખસે, તે તેમને ખાસ તો રોજગાર લાયક બનાવી દેશે. મહિન્દ્રા ગ્રુપ એવા પ્રશિક્ષિત, સક્ષમ યુવાનોની ભરતીના અવસરનું સ્વાગત કરે છે."

ખાસ વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી પ્રદર્શનકારી અગ્નિવીરોના ભવિષ્યને લઈને પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે. નવી વ્યવસ્થા હેઠળ અગ્નિપથ દ્વારા ભરતી થનારા અગ્નિવીરોને ચાર વર્ષ સુધી સેનામાં સેવાની તક મળશે. જો કે, આ સમય પછી સેનાએ 25 ટકા સૈનિકોની સેવામાં વિસ્તારની વાત કરી છે. આ પહેલા સૈનિક 20 વર્ષનો કાર્યકાળ પૂરો કરતા હતા.

દિશા નિર્દેશ જાહેર
ભાષા પ્રમાણે, ભારતીય સેનાએ `અગ્નિપથ સેનાભરતી યોજના` હેઠળ સેનામાં સામેલ થવાના ઇચ્છુક અરજીકર્તાઓ માટે રવિવારે દિશા-નિર્દેશ અને અન્ય સંબંધિત માહિતી જાહેર કરી છે. સેનાએ કહ્યું કે, "અગ્નિવીર" ભારતીય સેનામાં અલગ શ્રેણી હશે જે હાલના રેન્કથી અલગ હશે અને તેને કોઈપણ રેજીમેન્ટ કે યૂનિટમાં તૈનાત કરી શકાશે. સેનાએ કહ્યું કે સરકારી ગોપનીયતા કાયદો, 1923 હેઠળ `અગ્નિવીરો`ના ચાર વર્ષની સેવા દરમિયાન મળેલી ગોપનીય સૂચનાઓને કોઈપણ અનાધિકારિક વ્યક્તિ કે સૂત્રને જણાવવાથી પ્રતિબંધિત કરવામાં આવશે.

સેનાએ કહ્યું, "આ યોજના લાગૂ થવાથી સેનાના મેડિકલ બ્રાન્ચના ટેક્નિકલ કેડર કે આ સિવાય અન્ય બધા સામાન્ય કેડરોમાં સૈનિકોની નિયુક્તિ માત્ર તેમની માટે જ ખુલશે જેમણે અગ્નિવીર તરીકે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે." સેનાએ એક જાહેરાતમાં કહ્યું કે સેવાકાળ સમાપ્ત થયા પહેલા `અગ્નિવીર` પોતાની ઇચ્છાથી સેના નહીં છોડી શકે.

anand mahindra national news