નાતાલ પર સાંભળો જિંગલ બેલનું ઢોલ વર્ઝન,આનંદ મહિંદ્રાએ શૅર કર્યો વીડિયો

25 December, 2020 06:20 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

નાતાલ પર સાંભળો જિંગલ બેલનું ઢોલ વર્ઝન,આનંદ મહિંદ્રાએ શૅર કર્યો વીડિયો

પ્રતીકાત્મક તસવીર

આજે ક્રિસમસ છે, જો કે, કોરોના વાયરસને કારણે આ તહેવારનો રંગ થોડો ફિક્કો છે. બ્રિટેન સહિત અનેક દેશોમાં કોરોનાના નવા સ્ટ્રેનને કારણે પ્રતિબંધોનો વધુ એક દોર શરૂ થઈ ગયો છે. એવામાં સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ રહેતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનો આ વીડિયો તમારા તહેવારને ખાસ બનાવી શકે છે. મહિન્દ્રાએ આ વખતે ક્રિસમસ સાથે એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં યુવકોના એક સમૂહે સિતાર અને શરણાઇઓ જેવા યંત્રોની મદદથી જિંગલ બેલ વગાડી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ શૅર કરવામાં આવી રહ્યો છે.

2 મિનિટ 20 સેકેન્ડની આ ક્લિપમાં સૌથી વધારે ખાસ આનું મ્યૂઝિક છે. હકીકતે, યુવાનોનું એક સમૂહ ક્રિસમસ ટ્રી પાસે બેસીને શરણાઇ અને સિતાર જેવા યંત્રોની મદદથી મ્યૂઝિક વગાડે છે. સાંભળવામાં થોડું અલગ લાગે છે પણ સિતાર અને શરણાઇમાંથી નીકળેલા જિંગલ બેલના સૂર ઘણાં ખાસ છે. આનંદ મહિન્દ્રા તરફથી શૅર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 50 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.

ટ્વિટર પર રહે છે ખાસ એક્ટિવ
મહિન્દ્રાએ થોડાક દિવસ પહેલા જ ક્રિસમસ સાથે જોડાયેલો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો એક જાહેરાત હતો. આ વીડિયોમાં એક વૃદ્ધ છે, જે પોતાની પૌત્રીને ક્રિસમસ ટ્રી (Christmas Tree) શણગારવા માટે એક તારો આપવા માગે છે. આ માટે તે સતત વજન ઉઠાવવાનું શરૂ કરી દે છે. જો કે, વીડિયોના અંતમાં સ્પષ્ટ થાય છે કે તે કેમ આટલી બધી મહેનત કરે છે. વૃદ્ધને આટલી મહેનત કરતા જોઇ આસપાસના લોકો ચોંકી જાય છે.

તે વ્યક્તિ દરરોજ સવારે વજન ઉપાડવા પહોંચી જાય છે. હકીકતે વૃદ્ધની ઇચ્છા છે કે સ્ટાર લગાડવા માટે પૌત્રીને ઝાડની ઉંચાઇ સુધી પણ પોતે જ ઉઠાવે. આ તૈયારીમાં નબળા શરીર સાથે તે વજન ઉઠાવવાનું શરૂ કરી દે છે. આખરે તહેવારનો દિવસ આવે છે અને તે પોતાની પૌત્રી માટે ભેટ લઈને ઘરે આવે છે. આ વીડિયો જોઇને આનંદ મહિન્દ્રા ભાવુત થઈ ગયા હતા. તેમણે ટ્વિટર પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે વીડિયોએ તેમને રડાવી દીધો.

national news anand mahindra