કૉક્રૉચ જનતા પાર્ટીના નામે પાર્ટીનું રજિસ્ટ્રેશન કરવા માટે ચૂંટણીપંચમાં અરજી થઈ

27 May, 2026 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ અરજી પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકેએ નહીં, હરિયાણાના સુધીર જાખડ નામના વકીલે કરી છે

સુધીર જાખડ

સોશ્યલ મીડિયા પર કૉક્રૉચ જનતા પાર્ટી અભિયાન શરૂ કરનારા અભિજિત દીપકેને પણ ઝટકો લાગે એવી ઘટના બની છે. હરિયાણાના એક વકીલે ચૂંટણીપંચમાં એક અરજી દાખલ કરીને પોતાના નામે ક્રૉક્રૉચ જનતા પાર્ટીનું રજિસ્ટ્રેશન કરાવવાની માગણી કરી છે. જો ચૂંટણીપંચ આ આવેદન સ્વીકારી લે તો આ રાજકીય પાર્ટીના આ નામ પર ‌હરિયાણાના વકીલનો હક થઈ જશે. 
પાર્ટી નોંધવાની અરજી કરનાર હરિયાણાના પાણીપતમાં રહેતો સુધીર જાખડ નામનો વકીલ છે. તેણે પોતાને ક્રૉક્રૉચ જનતા પાર્ટીનો રાષ્ટ્રીય સંયોજક ગણાવીને ચૂંટણીપંચને એ નામનું રજિસ્ટ્રેશન કરવા માટે માગણી કરી હતી. રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ ઍક્ટની કલમ 29A અંતર્ગત કરવામાં આવેલી અરજીમાં CJPનો લોગો પણ વાપરવામાં આવ્યો છે.

national news india election commission of india social media social networking site political news indian politics