રાજ્ય સભામાં આજે રજૂ થશે સિટિઝનશિપ બિલ, મોદી સરકારને 121 વિધાયકોની જરૂર

11 December, 2019 10:35 AM IST  |  Mumbai Desk

રાજ્ય સભામાં આજે રજૂ થશે સિટિઝનશિપ બિલ, મોદી સરકારને 121 વિધાયકોની જરૂર

નાગરિકતા સંશોધન વિધેયક 2019 આજે રાજ્યસભામાં રજૂ થશે. લોકસભામાં આ બિલ સોમવારે પાસ થઈ ગયું હતું. આ બિલને ગૃહમંત્રી અમિત શાહ બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં રજૂ કરશે. લોકસભામાં સાત કલાક સુધીની ચર્ચા બાદ, વિધેયકને 80ની તુલનામાં 311 મતના બહુમત સાથે પાસ કરવામાં આવ્યો. આ દરમિયાન 391 સભ્ય હાજર હતા. રાજ્યસભામાં કુલ 245 સાંસદ હોય છે, પણ હાલની સંખ્યા 240 છે. એવામાં બિલ પાસ કરાવવા માટે સરકારને 121 સાસંદોનું સમર્થન જોઇશે.

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
કોંગ્રેસે પોતાના બધાં રાજ્ય એકમ પ્રમુખો સાથે બુધવારે નાગરિકતા (સંશોધન) વિધેયક વિરુદ્ધ રાજ્ય મુખ્યાલયમાં વિરોધ પ્રદર્શન કરવા કહ્યું છે.

ફડણવીસે કહ્યું દબાણમાં ન આવે શિવસેના
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે શિવસેનાને નાગરિકતા (સંશોધન) વિધેયકને લઇને કોંગ્રેસના દબાણમાં ન આવવા બાબતે આગાહ કર્યા. તેમણે કહ્યું કે શિવસેનાએ કોંગ્રેસના દબાણમાં ન આવવું જોઇએ. તેમણે નાગરિકતા વિધેયકનું સમર્થન કરવું જોઇએ.

શિવસેનાના વલણ પર નજર
શિવસેનાએ લોકસભામાં બિલને સમર્થન આપ્યું હતું, પણ મંગળવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જ્યાં સુધી બધું જ સ્પષ્ટ નહીં થાય તે બિલનું સમર્થન નહીં કરે.

રાજ્ય સભામાં આજે નાગરિકતા બિલની અગ્નિપરીક્ષા
આજે રાજ્યસભામાં આ બિલ અમિત શાહ રજૂ કરવાના છે ત્યારે આંકડાકીય ગણિતમાં સરકારનો પલ્લો ભારે છે.

national news amit shah Rajya Sabha