અમિત શાહ આજે સાંજે બિહારમાં વર્ચ્યુઅલ રેલીનું સંબોધન કરશે

07 June, 2020 02:50 PM IST  |  Patna | Gujarati Mid-day Online Correspondent

અમિત શાહ આજે સાંજે બિહારમાં વર્ચ્યુઅલ રેલીનું સંબોધન કરશે

ફાઈલ તસવીર

ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે એટલે કે રવિવારે સાંજે 4 વાગ્યે બિહારમાં વર્ચ્યુઅલ રેલીનું સંબોધન કરશે. આ સાથે જ પાર્ટી રાજ્યમાં ઈલેક્શન મોડમાં આવી જશે. આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલમાં નીતીશ કુમારની અધ્યક્ષતામાં JDU અને ભાજપ ગઠબંધનની સરકાર છે.

અમિત શાહની વર્ચ્યુઅલ રેલીની ભાજપે બહુ બધી તૈયારી કરી છે. જે વ્યક્તિ ભાજપનો સભ્ય ન બન્યો હોય પરંતુ તે દરેક સુધી અમિત શાહની વાત પહોંચાડવાની તૈયારી કરી છે. પક્ષનો દાવો છે કે શાહની રેલીની એક લિંક એવી દરેક વ્યક્તિને મોકલવામાં આવશે, જેણે તેમના મોબાઇલથી સભ્યપદ માટે મિસ કોલ આપ્યો હતો. ભાજપે આવા 56,00,000 લોકોને શોધી કાઢયા છે. જોકે આ લોકો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા નથી તેમ છતાં ભાજપ તેમને પોતાના માનવાનું ચાલુ રાખ્યું છે. ભાજપ પાસે આવા બધા જ લોકોના નંબર્સ છે.

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર રવિવારથી વિધાનસભાની ચૂંટણી પ્રચારના બીજા તબક્કાની શરૂઆત કરશે. પ્રથમ દિવસે પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, શિવહર, સીતામઢી અને મધુબનીના જિલ્લા પ્રમુખો, બ્લોક, પંચાયત અને બૂથના પ્રમુખો સાથે વાત કરશે. આ સમયગાળા દરમિયાન, પક્ષની પ્રવૃત્તિઓની સાથે, સરકારના કામનો પણ ફિડબેક લેવામાં આવશે. 8 જૂનના રોજ સુપૌલ, સહરસા, મધેપુરા, કિશનગંજ, અરરિયા, પૂર્ણિયા, કટિહાર અને દરભંગા, 9 જુને મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, છપરા અને વૈશાલી, 10 જુને સમસ્તીપુર, બેગુસરાય, ખગડિયા, ભાગલપુર, બાંકા, મુંગેર, લખિસરાય, શેખપુરા અને જમુઇના કાર્યકરો સાથે વાતચીત કરવામાં આવશે.

રાષ્ટ્રીય જનતા દલ (RJD), કોંગ્રેસ અને ભાજપની વર્ચ્યુઅલ રેલીનો વિરોધ કરશે. RJDના લોકો થાળી-વાટકી વગાડશે. કોંગ્રેસીઓ કાળા ફુગ્ગા ઉડાડશે. જ્યારે ડાબેરી પક્ષો વિશ્વાસઘાત અને દમ દિવસની ઉજવણી કરશે.

national news bharatiya janata party amit shah nitish kumar bihar elections bihar patna