દીદીના ભત્રીજાનો કેસ: અમિત શાહને સમન્સ

20 February, 2021 11:40 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

દીદીના ભત્રીજાનો કેસ: અમિત શાહને સમન્સ

અમિત શાહ

પશ્ચિમ બંગાળની જાહેર સભાઓમાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી પર ભત્રીજાવાદના આરોપો મૂકવા બદલ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ સામે બદનક્ષીનો દાવો માંડવામાં આવ્યો છે. મમતા બૅનરજીના ભત્રીજા અને સંસદસભ્ય અભિષેક બૅનરજીએ માંડેલા બદનક્ષીના દાવાના અનુસંધાનમાં પશ્ચિમ બંગાળની ડેઝિગ્નેટેડ એમપી/એમએલએ કોર્ટે અમિત શાહને સમન્સ મોકલીને ૨૨ ફેબ્રુઆરીએ સવારે ૧૦ વાગ્યે વ્યક્તિગત રૂપે હાજર થવા અથવા પ્રતિનિધિ રૂપે તેમના વકીલની હાજરી માટે આદેશ આપ્યો છે.

national news kolkata trinamool congress mamata banerjee amit shah