રાષ્ટ્રપતિ અને અન્ય દિગ્ગજોએ વડાપ્રધાનને પાઠવી જન્મદિવસની શુભેચ્છા

17 September, 2020 12:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રાષ્ટ્રપતિ અને અન્ય દિગ્ગજોએ વડાપ્રધાનને પાઠવી જન્મદિવસની શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નો આજે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. આજે તેઓ 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) વડાપ્રધાનના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind)થી લઇને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), રક્ષા મંત્રી રાજનાથસિંહ (Rajnath Singh), કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને અન્ય મોટા નેતાઓએ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામના. તમે ભારતના જીવન-મૂલ્યો તેમજ લોકશાહી પરંપરામાં નિષ્ઠાનું આદર્શ પ્રસ્તુત કર્યું છે. મારી શુભેચ્છા અને પ્રાર્થના છે ઇશ્વર તમને સદાય સ્વસ્થ તેમજ ખુશ રાખે તેમજ રાષ્ટ્રને તમારી અમૂલ્ય સેવા પ્રાપ્ત થતી રહે.'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી લખ્યું કે, 'રાષ્ટ્ર સેવા અને ગરીબ કલ્યાણ પ્રતિ સમર્પિત દેશના સર્વપ્રિય નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના. મોદી જીના રૂપમાં દેશને એક એવું નેતૃત્વ મળ્યું જેમાં લોક-કલ્યાણકારી નીતિઓથી વંચિત વર્ગને વિકાસની મુખ્યધારાથી જોડ્યાં અને એક મજબૂત ભારતનો પાયો નાંખ્યો.' 

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વથી દેશને ઘણો ફાયદો થયો છે. તેઓ સતત ગરીબો માટે કામ કરી રહ્યાં છે, હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરુ છું.'

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી પ્રધાનમંત્રી મોદીને શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ લખ્યું કે, 'પ્રધાનમંત્રી મોદી જી ને જન્મદિવસની શુભેચ્છા.'

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ટ્વવિટ કરી વડાપ્રધાન મોદીને શુભેચ્છા આપી. યોગીએ લખ્યું હતું કે, 'અંત્યોદય થી રાષ્ટ્રોદયની સંકલ્પનાને સાકાર કરતે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના.'

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતાં ટ્વિટરમાં લખ્યું કે, 'ગુજરાતના સપૂત મહાનાયક, યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીને તમામ ગુજરાતીઓ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. મને પૂરો વિશ્વાસ છે કે આપના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બનીને પુનઃ વિશ્વગુરુ બનશે. ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ધાયુ જીવનની મંગળકામનાઓ.'

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા લખ્યું હતું કે, 'આપને હેપી બર્થ ડે મોદી સર. હું આપના સ્વાસ્થ્યની કામન કરું છું.'

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ મોદીના જન્મદિવસ પર કહ્યું કે, 'મોદીજીએ સમાજ માટે જીવનના પળ-પળ લગાવ્યા છે. તેઓએ સમાજને એક દિશા પણ આપી છે અને દૃષ્ટી પણ આપી છે. તેમનું કાર્ય આપણને પ્રોત્સાહિત કરે છે.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમણે યુવા વસ્થામાં પરિવારને છોડી દીધો હતો અને પછી સંઘ સાથે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં અલગ-અલગ પદો પર કામ કર્યા પછી નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા અને 2014 સુધી તેઓ રાજ્યના મુખ્યપ્રધાન હતા. ત્યારબાદ 2014માં તેઓ દેશના વડાપ્રધાન બન્યા.

national news narendra modi happy birthday ram nath kovind amit shah rajnath singh rahul gandhi yogi adityanath