J P નડ્ડા પર થયેલા હુમલા અંગે શાહે આપ્યું નિવેદન, જનતાને આપવો પડશે જવાબ

10 December, 2020 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

J P નડ્ડા પર થયેલા હુમલા અંગે શાહે આપ્યું નિવેદન, જનતાને આપવો પડશે જવાબ

અમિત શાહ (ફાઇલ ફોટો)

ભાજપ નેતા (BJP Leader) જ્યારે કોલકતા (Kolkata)ની નજીક સાઉથ 24 પરગણામાં ડાયમંડ હાર્બર જઈ રહ્યા હતા ત્યારે બપોરે લગભગ 12 વાગ્યે તેમના પર હુમલો કરવામાં આવ્યો.

પશ્ચિમ બંગાળ West Bengal)માં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે, "બંગાળ સરકારે આ પ્રાયોજિત હિંસા માટે જનતાને જવાબ આપવો પડશે." તેમણે ગુરુવારે ટ્વીટમાં લખ્યું, "આજે બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જેપી નડ્ડા પર થયેલો આ હુમલો ખૂબ જ નિંદનીય છે, તેની જેટલી પણ નિંદા કરવામાં આવે તે ઓછી છે. કેન્દ્ર સરકાર આ હુમલાને સંપૂર્ણ ગંભીરતાથી લઈ રહી છે. બંગાળ સરકારે આ પ્રાયોજિત હિંસા માટે પ્રદેશની શાંતિપ્રિય જનતાને જવાબ આપવાનો રહેશે."

તેમણે આગળ લખ્યું, "તૃણમૂલ શાસનમાં બંગાળ અત્યાચાર, અરાજકતા અને અંધકારના યુગમાં જઈ ચૂક્યો છે. ટીએમસીના રાજમાં પશ્ચિમ બંગાળમાં જે રીતે રાજનૈતિક હિંસાને સંસ્થાગત કરી ચરમ સીમા પર પહોંચાડવામાં આવ્યો છે, તે લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ રાખનારા દરેક લોકો માટે દુઃખદ પણ છે અને ચિંતાજનક પણ છે."

ઑનલાઇન પોસ્ટ કરવામાં આવેલા એક નાટકીય વીડિયોમાં દેખાય છે કે કારની વિંડોસ્ક્રીન પર ઇંટો ફેંકવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કાર જેપી નડ્ડાના કાફલાનો ભાગ હતી. નડ્ડાએ કહ્યું, "જો આજે અહીં મીટિંગ માટે પહોંચી શક્યો છું તો આ માઁ દુર્ગાની કૃપાને કારણે થયું છે." તો, તૃણમૂલ કૉંગ્રેસે ભાજપ પર જાણીજોઇને મુશ્કેલી ઊભી કરવાનો આરોપ મૂક્યો છે. ભાજપ નેતા જ્યારે કોલકતા નજીક સાઉથ 24 પરગણામાં ડાયમંડ હાર્બર જઈ રહ્યા હતા ત્યારે બપોરે લગભગ 12 વાગ્યે તેમના પર હુમલો કર્યો. ડાયમંડ હાર્બર, તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ અને સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીનું સંસદીય ક્ષેત્ર છે.

national news amit shah