જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા અમિત શાહની સંસદમાં રજૂઆત

28 June, 2019 04:05 PM IST  | 

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા અમિત શાહની સંસદમાં રજૂઆત

અમિત શાહે મુક્યું અનામત સંશોધન બિલ

સંસદમા બજેટ સત્ર દરમિયાન શુક્રવારે ગૃહપ્રધાન અમિત શાહએ લોકસભામાં જમ્મૂ-કાશ્મીરને સંબંધિત 2 પ્રસ્તાવ જાહેર કર્યા છે. આ બિલ જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા અને અનામત સંશોધન પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં ચૂંટણીને લઈને કહ્યંષ હતું કે રમજાન અને અમરનાથ યાત્રાને કારણે ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં કરાવવાની યોજના છે.

અમિત શાહે મુક્યું અનામત સંશોધન બિલ

અનામત સંશોધન બિલને જાહેર કરતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, આ બિલના કારણે રાજ્યના લોકોને ઘણો લાભ મળશે. તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સીમાની આજુ-બાજુ ગોળીબારી વચ્ચે રહેનારા લોકોને આરક્ષણનો લાભ મળવો જોઈએ. ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં રાષ્ટ્રપતિ શાસનની સમય મર્યાદા પર જોતા કહ્યું હતું કે, જમ્મૂ-કાશ્મીરમાં હાલ રાષ્ટ્રપતિ શાસનની મર્યાદા 2 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે જેને 6 મહિના સુધી વધારવામાં આવે. રમજાન અને અમરનાથ યાત્રાને જોતા રાજ્યમાં ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

સરંક્ષણ અમાનત બિલ વિશે વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે, અમે જમ્મૂ-કાશ્મીરને છેલ્લા ઘણા સમયથી મોનિટર કરી રહ્યા છે. પૂર્વ ગૃહપ્રધાન રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવેલો સમય સીમાની અંદર બોર્ડર એરિયામાં બંકરોનું નિર્માણ કરવામાં આવશે. જમ્મૂ-કાશ્મીરના દરેક નાગરિકની જિંદગી મહત્વની છે. કૉન્ગ્રેસે આ બિલ અને ચૂંટણીનો વિરોધ કરતા કહ્યું હતું કે, જમ્મૂ-કાશ્મીરની હાલત માટે ભાજપ અને પીડીપીનું ગઠબંધન જવાબદાર અને અનામત સંશોધન બિલ સંસદનો અધિકાર છે.

gujarati mid-day amit shah