બિહાર ચૂંટણીપ્રચારમાં દુષ્કર્મ થવાની સંભાવના વ્યક્ત કરી આ અભિનેત્રીએ...

28 October, 2020 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બિહાર ચૂંટણીપ્રચારમાં દુષ્કર્મ થવાની સંભાવના વ્યક્ત કરી આ અભિનેત્રીએ...

ફાઈલ તસવીર

બિહાર વિધાનસભા ચૂંટણીમાં બૉલીવુડ સેલેબ્ઝ પણ જોવા મળ્યા છે. તેમ જ વિવાદો પણ દર વખતે થતા હોય છે. આવો જ એક મામલો ઔરંગાબાદની ઓબરા સીટમાં લોક જનશક્તિ પાર્ટીના ડૉ.પ્રકાશ ચંદ્રાના ચૂંટણી પ્રચાર કરવા પહોચેલી અભિનેત્રી અમીષા પટેલ સાથે થયુ હતું.

અમીષા પટેલે ડૉ.ચંદ્રા વિરુદ્ધ જબરદસ્તી ચૂંટણી પ્રચાર કરાવવાનો અને ભૂડમાં મોકલવાનો આરોપ મૂકતા કહ્યું કે, પ્રચાર સમયે મારી સાથે દુષ્કર્મ પણ થવાની સંભાવના હતી. અભિનેત્રીનું કહેવું છે કે આ ચૂંટણી પ્રચારમાં તેને ખૂબ જ ખરાબ અનુભવ થયા છે.

અભિનેત્રીએ ઉમેર્યું કે, બિહાર પહોંચ્યા બાદ ડૉ.ચંદ્રાએ મને જબરદસ્તી પ્રચાર કરવા માટે બ્લેકમેઈલ કરી હતી. મને કહેવામાં આવ્યું કે પ્રચાર પટણા નજીક કરવાનું છે પરંતુ પટણાથી ખૂબ જ દૂર ઓબરામાં થયુ હતું. મારે સાંજની ફ્લાઈટથી મુંબઈ આવવાનું હતું પરંતુ ડૉ.ચંદ્રા મને ગામમાં એકલો મૂકીને જતા રહ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની ભીડ પાગલોની જેમ કાર ઉપર તૂટી પડી હતી અને મારા ઉપર જબરદસ્તી ભીડમાં જવા માટે દબાણ કરવામાં આવ્યુ હતું. આ સમયે મારુ રેપ પણ થઈ શકતુ હતું.

અમિષા પટેલે કહ્યું કે, હું રાતના આઠ વાગ્યે હૉટેલમાં પહોંચી અને ન કંઈ ખાઈ શકી તેમ જ ઉંઘ પણ ન આવી. મને ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો.

bihar bihar elections sexual crime national news