Coronavirus: પુણેમાં 35 હજારના માસ્ક ચોરી, આરોપી ફાર્માસિસ્ટની ધરપકડ

10 March, 2020 10:24 AM IST  |  Pune

Coronavirus: પુણેમાં 35 હજારના માસ્ક ચોરી, આરોપી ફાર્માસિસ્ટની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસના સતત વધી રહેલા સંક્રમણના ભયની વચ્ચે પુણેના એક હોસ્પિટલથી ફાર્માસિસ્ટની 35,000 રૂપિયાના માસ્ક અને દવા ચોરી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. કોરોના વાયરસના સંક્રમણની આશંકાઓના ચાલતા માસ્ક અને સેનિટાઈઝરની માંગ ઘણી વધી ગઈ છે. કોરોના વાયરસથી બચવાના અને ઈલાજ માટે ઘણા પ્રયાસો પૂરા દેશમાં કરવામાં આવી રહ્યા છે.

કોરેગાંવ પાર્કના પોલીસ સ્ટેશનના એક અધિકાર અનુસાર 28 વર્ષીય આરોપીએ શનિવારે હોસ્પિટલથી 35,750 રૂપિયાના માસ્ક, દવાઓ, ઈન્જેક્શન, ગોળી અને મલમની ચોરી કરી હતી. પોલીસે આરોપી સામે ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધ્યો છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણનો અત્યાર સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ હજી પણ લોકોમાં આ વાયરસનો ભય છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દુકાનદારોથી માસ્કની સંગ્રહખોરી કરવાની અપીલ કરી છે કારણકે બજારમાં એની માંગ છે.

હકીકત છે કે રવિવારે કેરળમાં પણ કોરોના વાયરસના પાંચ નવા મામલા સામે આવ્યા છે. એના બાદ ભારતમાં આ રોગથી સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 39 થઈ ગઈ છે. છેલ્લા મહિને ઈટાલીથી આવેલા કેરળ દંપતિ, એનો દીકરો અને બે સગાસંબંધીને કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો.

pune coronavirus pune news