અમેઠીઃ પોતાના કાફલાની એમ્બ્યુલન્સ રોકાવી મહિલાને સ્મૃતિએ મોકલી હૉસ્પિટલ

22 June, 2019 06:05 PM IST  |  અમેઠી

અમેઠીઃ પોતાના કાફલાની એમ્બ્યુલન્સ રોકાવી મહિલાને સ્મૃતિએ મોકલી હૉસ્પિટલ

સ્મૃતિએ બતાવી દરિયાદિલી

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીના પ્રવાસે છે. આ દરમિયાન જ્યારે તેનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમની નજર એક બિમાર મહિલા પર પડી. મહિલાની સ્થિતિ જોઈને તેમણે પોતાના કાફલો રોકાવ્યો અને બીમાર મહિલાને પોતાના કાફલાની એમ્બ્યુલન્સમાં બેસાડીને હૉસ્પિટલ મોકલી. સમાચાર એજન્સી એએનઆઈને તેનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં આ મહિલા ગંભીર રૂપથી બીમાર દેખાઈ રહી છે અને ચાલવા-ફરવામાં અસમર્થ છે.


વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્મૃતિ ઈરાનીનો કાફલો એક જગ્યાએ રોકવો પડ્યો છે. કેટલાક લોકો મહિલા ખુરશી પર બેસાડીને લાવે છે અને એમ્બ્યુલન્સમાં બેસાડે છે. સ્મૃતિ ઈરાની એ દરમિયાન પોતે ત્યાં હાજર રહ્યા અને બીમાર મહિલાના પરિવાજનો સાથે વાત કરી અને તેમનો ઈલાજ કરવાનો નિર્દેશ આપ્યા. મહિલાને એમ્બ્યુલન્સમાં બેસાડીને રવાના કર્યા સ્મૃતિ ઈરાની આગળ વધી.

સ્મૃતિ ઈરાનીના પગમાં પડી મહિલા
અમેઠીના સ્મૃતિના પ્રવાસ દરમિયાન વધુ એક ઘટના પણ બની હતી. અમેઠીમાં સ્મૃતિ ઈરાની એક કાર્યક્રમમાં હાજર હતી. ત્યારે જ ફરિયાદ લઈને સ્મૃતિના પગમાં પડી ગઈ. મહિલાએ પોતાની પીડા સંભળાવતા પીડા સંભળાવતા કહ્યું કે તેના કેટલાક સંબંધીઓએ તેમની જમીન હડપી લીધી છે. સ્મૃતિ ઈરાનીએ મહિલાની સમસ્યા સાંભળી અને તેના મામલાને હલ કરવાનો ભરોસો અપાવ્યો.


ગોવાના મુખ્યમંત્રી પણ હતા હાજર
સ્મૃતિ ઈરાનીના અમેઠીના પ્રવાસ દરમિયાન ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ તેની સાથે હાજર હતા. ગૌરીગંજના બરેલિયા ગામમાં પત્રકારો સાથે વાત કરતા પ્રમોદ સાવંતે કહ્યું કે ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરે આ ગામને દતક લીધું હતું. હવે હોવા સરકાર પણ શિક્ષાના ક્ષેત્રમાં કામ કરવા માંગે છે. તેમણે કહ્યું મનોહર પર્રિકરનો આ ગામ સાથે ખૂબ જ જોડાણ હતું.

amethi smriti irani national news