બિહારના લાલે નામ રોશન કર્યું

16 December, 2020 02:52 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

બિહારના લાલે નામ રોશન કર્યું

પ્રતીકાત્મક તસવીર

બિહારના ૧૯ વર્ષના વિદ્યાર્થી રુત્વિક રાજે એવી કમાલ કરી છે જેના પર દરેકને ગર્વ થઈ શકે. અભ્યાસમાં અત્યંત રૂચિને જોતાં અમેરિકાની એક યુનિવર્સિટીએ રાજને ૨.૫ કરોડ રૂપિયાની સ્કોલરશિપ આપવાનો નિર્ણય કર્યો છે. રુત્વિક રાજે ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીની જ્યૉર્જ ટાઉન યુનિવર્સિટીએ આ સ્કોલરશિપ આપી છે.

પટનામાં રહેતો ૧૯ વર્ષનો રુત્વિક રાજ પટના શહેરના ગોલા રોડ પર રહે છે અને તે પટના જિલ્લાના મખદૂમપુર ગામનો રહેવાસી છે. રુત્વિક રાજ રેડિએન્ટ સ્કૂલમાં ૧૨મા ધોરણમાં અભ્યાસ કરે છે. રુત્વિક રાજને જ્યૉર્જ ટાઉન યુનિવર્સિટીએ ૨.૫ કરોડની સ્કોલરશિપ આપી છે તેનું નામ આરૂપ છાત્રવૃતિ છે. વૉશિંગ્ટન ડીસીની જ્યૉર્જ યુનિવર્સિટી રુત્વિકનો પૂરાં ૪ વર્ષનો અભ્યાસ અને રહેવાનો ખર્ચ ઉઠાવશે.

૧૬૦૦ સીટ પર ૨૧,૩૦૦થી વધુ ઉમેદવાર પર વિચાર કરવામાં આવ્યા બાદ સ્કોલરશિપ માટે રુત્વિક પર પસંદગી ઉતારવામાં આવી છે. રુત્વિકે ૨૦૧૯માં રેડિએન્ટ ઈન્ટરનૅશનલ સ્કૂલથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ પહેલાં રુત્વિકે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ જેવા કે અમેરિકાની પ્રતિષ્ઠિત યેલ યુનિવર્સિટી અને થાઇલૅન્ડમાં ડિબેટ પ્રતિયોગિતામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

national news bihar patna united states of america