બાળકો સાથેના યૌન અપરાધોમાં હવે મળશે સજા-એ-મોત

28 December, 2018 06:26 PM IST  | 

બાળકો સાથેના યૌન અપરાધોમાં હવે મળશે સજા-એ-મોત

POCSOના અપરાધીને હવે મળશે ફાંસીની સજા

સગીર સાથે યૌન શોષણના કેસમાં હવે આરોપી ફાંસીના ફંદાથી નહીં બચી શકે. કેન્દ્ર સરકારે શુક્રવારે પૉક્સો એક્ટ એટલે કે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઑફેન્સ એક્ટમાં સંશોધનને લીલી ઝંડી આપી દીધી છે. હવે સગીર બાળકો સાથે દુષ્કર્મ કરનારને પૉક્સો એક્ટ અંતર્ગત મોતની સજા મળશે. કેંદ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જાણકારી આપતા કહ્યું કે કેબિનેટે દુષ્કર્મના મામલાના પૉક્સો એક્ટ અંતર્ગત મોતની સજાને મંજૂરી આપી દીધી છે.

શું છે પૉક્સો એક્ટ?

વર્ષ 2012માં યૌન અપરાધોથી બાળકોના રક્ષણ માટે પૉક્સો એક્ટ બનાવવામાં આવ્યો હતો. આ કાયદાના માધ્યમથી તરૂણો સાથે થનારા યૌન અપરાધો અને છેડછાડના મામલામાં કાર્રવાઈ કરવામાં આવે છે. આ એક્ટ બાળકોના યૌન શોષણ, સેક્સુઅલ અસૉલ્ટ અને પોર્નોગ્રાફી જેવા ગંભીર અપરાધોથી સુરક્ષા આપે છે.

આ કાયદા અંતર્ગત અલગ-અલગ અપરાધ માટે અલગ-અલગ સજા નક્કી કરવામાં આવી છે. મહત્વનું છે કે દેશભરમાં લાગૂ થનારા આ અધિનિયમ અંતર્ગત તમામ અપરાધોની સુનાવણી, એક ખાસ અદાલતમાં કેમેરાની સામે માતા-પિતાની હાજરીમાં થાય છે.

national news