એમેઝોન સામે સરકાર કાર્યવાહી કરે તેવી સંભાવના, જાણો કેમ...

23 October, 2020 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એમેઝોન સામે સરકાર કાર્યવાહી કરે તેવી સંભાવના, જાણો કેમ...

ફાઈલ તસવીર

ડેટા પ્રોટેક્શન બિલ અંગે સંસદની જોઈન્ટ સમિતિની પ્રમુખ મિનાક્ષી લેખીએ ફેસબુક, ટ્વીટર અને ગુગલ જેવી કંપનીઓને સમન્સ મોકલ્યા હતા. જોકે, ઈ કોમર્સ કંપની એમેઝોને સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાનો ઈનકાર કરી દીધો છે.

ધપ્રિન્ટમાં આવેલા આર્ટિકલ મુજબ સમિતિના પ્રમુખ અને ભાજપ સાંસદ મિનાક્ષી લેખીએ PTIને કહ્યું હતું કે, કંપનીને 28 ઓક્ટોબરે સમિતિ સમક્ષ હાજર રહેવા માટે કહેવાયુ હતુ પણ કંપનીએ આ માટે ના પાડીને વિશેષાધિકારનુ હનન કર્યુ છે.સંસદીય સમિતિનુ માનવુ છે કે, આ બદલ ભારત સરકારે એમેઝોન સામે કાર્યવાહી કરવી જોઈએ.જો 28 ઓક્ટોબરે કંપનીના પ્રતિનિધિ હાજર નહી થાય તો સમિતિ દ્વારા સરકારને કંપની સામે કાર્યવાહી કરવા માટે ભલામણ કરાશે.

સમિતિએ ગૂગલ અને પેટીએમને પણ ગ્રાહકોના ડેટાની સુરક્ષાના સંદર્ભમાં સમિતિ સમક્ષ હાજર રહેવાનુ તેડુ મોકલ્યુ છે. આ સંદર્ભમાં ફેસબૂકના અધિકારી અંખી દાસને પણ શુક્રવારે સમિતિ સમક્ષ હાજર થઈ હતી.

આજકાલ ડિજિટલાઈઝેશનનો વ્યાપ વધ્યો છે ત્યારે સરકાર ડેટા પ્રોટેક્શન બિલ પર કામ કરી રહી છે.આ સંદર્ભમાં વિવિધ ઈ કોમર્સ અને ડિજિટલ કંપનીઓને સમિતિ બોલાવીને પૂછપરછ કરી રહી છે. ટ્વીટરે 28 ઑક્ટોબરે અને ગુગલ તેમ જ પેટીએમએ 29 ઑક્ટબરે પેનલ સમક્ષ હાજર રહેવાનું છે.

amazon google national news