09 July, 2025 11:14 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અનંતનાગ જિલ્લામાં અમરનાથા યાત્રા પર જતી એક મહિલાને ઑક્સિજન આપતી માઉન્ટ રેસ્ક્યુ ટીમ.
ત્રીજી જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં ભોલેનાથના ભાવિકોએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે અને માત્ર છ દિવસમાં એક લાખ ભાવિકોએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં છે. ભગવાન શિવના ભક્તોએ જૂના બધા રેકૉર્ડ તોડી નાખ્યા છે.
૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા છતાં આ વર્ષે અમરનાથ યાત્રામાં ભક્તોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૮ જુલાઈ સુધીના પહેલા છ દિવસમાં એક લાખથી વધુ ભક્તોએ અમરનાથ ગુફા-મંદિરનાં દર્શન કર્યાં હતાં. ૩ જુલાઈએ દરવાજા ખોલવાના પહેલા જ દિવસે ૧૨,૦૦૦થી વધુ ભક્તોએ ગુફાની મુલાકાત લીધી હતી અને એ પછી આ સંખ્યા સતત વધતી રહી હતી અને સોમવારે ૨૩,૮૫૭ ભક્તોએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી.