અમર સિંહ માટે ફરીથી જેલયોગ

29 September, 2011 07:14 PM IST  | 

અમર સિંહ માટે ફરીથી જેલયોગ

 

માંદગીના આધાર પર વચગાળાના જામીન મેળવનારા રાજ્યસભાના સભ્યની રેગ્યુલર બેઇલ માટેની અરજી ગઈ કાલે ર્કોટે ફગાવી દીધી

સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમર સિંહની કૅશ ફૉર વોટ કૌભાંડ મામલે છઠ્ઠી સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. કિડનીની સારવાર લઈ રહેલા અમર સિંહને ઝાડા-ઊલ્ટી શરૂ થઈ જતાં તેમને દિલ્હીમાં એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ) હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ર્કોટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા, જે ગઈ કાલે પૂરા થયા હતા. ગઈ કાલે રાબેતા મુજબ તેમના જામીન માટેની અરજી પર સુનાવણી હતી. ર્કોટે આ અરજી ફગાવી દેતાં અમર સિંહની ફરી ધરપકડ કરવામાં આવશે.

કૉન્ગ્રેસે હાથ ખંર્ખેયા

કૉન્ગ્રેસે ગઈ કાલે કહ્યું હતું કે ‘કૅશ ફૉર વોટ કૌભાંડ બીજેપી અને અમર સિંહ વચ્ચેનો મામલો છે. અમારા સંસદસભ્યો વિરુદ્ધ પોલીસ પાસે એક પણ પુરાવો નથી.’