કાશ્મીર સાથે જૂનાગઢ-માણાવદરને પણ પાકિસ્તાનના હિસ્સા ગણાવ્યા

05 August, 2020 01:20 PM IST  |  Islamabad | Mumbai correspondent

કાશ્મીર સાથે જૂનાગઢ-માણાવદરને પણ પાકિસ્તાનના હિસ્સા ગણાવ્યા

ઈમરાન ખાન

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનના નવા નકશાનું અનાવરણ કર્યું હતું, જેમાં જમ્મુ અને કાશ્મીર તથા ગુજરાતના જૂનાગઢ-માણાવદરને તેનો પ્રદેશ ગણાવાયો છે.

“પાકિસ્તાનના ઇતિહાસનો આ સૌથી ઐતિહાસિક દિવસ છે,” તેમ ખાને નકશા માટે કેબિનેટ મંજૂરી મેળવ્યા બાદ પત્રકાર પરિષદને જણાવ્યું હતું.

ભારતના વિદેશ મંત્રાલયે, સરહદ પરના આતંકવાદની મદદથી પ્રદેશ વધારવાના તેના વળગણની આકરી ટીકા કરી હતી.

“ભારતના ગુજરાત રાજ્ય અને જમ્મુ અને કાશ્મીર અને લદાખના અમારા કેન્દ્રશાસિત પ્રદેશોના ભાગો પર સમર્થન વિનાના દાવા કરવાનું આ રાજકીય મૂર્ખતાભર્યું પગલું છે. આવા વિચિત્ર દાવાની કોઇ કાનૂની માન્યતા નથી કે, આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા પણ નથી,” તેમ બાહ્ય બાબતોના મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું.

“વાસ્તવમાં, આ નવો પ્રયાસ સરહદ પરના આતંકવાદની મદદથી પ્રાંતીય વિસ્તરણ માટેના પાકિસ્તાનના વળગણની વાસ્તવિકતાની પુષ્ટિ કરે છે,” તેમ શ્રીવાસ્તવે ઇમરાન ખાને પ્રસિદ્ધ કરેલા “કથિત રાજકીય નકશા”ના સંદર્ભમાં જણાવ્યું હતું.

pakistan junagadh jammu and kashmir national news imran khan