છૂટાછેડા લીધા વિના પરપુરુષ સાથે રહેતી સ્ત્રી સંતાન પોતાની પાસે રાખી શકે

06 January, 2021 03:46 PM IST  |  Allhabad | Gujarati Mid-day Correspondent

છૂટાછેડા લીધા વિના પરપુરુષ સાથે રહેતી સ્ત્રી સંતાન પોતાની પાસે રાખી શકે

અલાહાબાદ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં જણાવ્યું છે કે કોઈ મહિલા છૂટાછેડા લીધા વિના બીજા શખસ સાથે રહેવા લાગે ત્યારે પણ તેને તેનાં સગીર બાળકોની કસ્ટડી મેળવવાનો અધિકાર છે. છૂટાછેડા લીધા વિના મહિલાનું અન્ય સાથે રહેવું કાયદા અને સમાજની નજરે અયોગ્ય હોઈ શકે છે, પણ તેનાથી એક માતાનું તેના સંતાનના જીવનમાં જે વિશેષ સ્થાન છે તે ઓછું ન કરી શકાય. કોર્ટે જણાવ્યું કે બાળકને માતાથી છૂટું પાડવાથી બાળકના વિકાસ પર અવળી અસર પડી શકે છે.

national news allahabad