કેન્દ્ર-રાજ્ય સરકાર શિયા કે સુન્નીને બદલે મુસ્લિમ વકફ બોર્ડ રચવા વિચારે

17 November, 2019 10:10 AM IST  |  Mumbai

કેન્દ્ર-રાજ્ય સરકાર શિયા કે સુન્નીને બદલે મુસ્લિમ વકફ બોર્ડ રચવા વિચારે

અલાહાબાદ હાઈકોર્ટ

અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ ખંડપીઠે કેન્દ્ર અને રાજ્ય સરકારોને મુસ્લિમ વકફ બોર્ડની રચના કરવા સૂચન કર્યું છે. વર્તમાન સમયમાં શિયા અને સુન્ની માટે અલગ-અલગ વકફ બોર્ડ છે. આ આદેશ ન્યાયમૂર્તિ પંકજ જયસ્વાલ અને ન્યાયમૂર્તિ આલોક માથુરની ખંડપીઠે મસર્રત હુસૈન તરફથી દાખલ કરવામાં આવેલી જાહેર હિતની એક અરજી પર આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે તે આ કેસમાં કોઈના ગુણ-દોષ અંગે ટિપ્પણી કરવા માગતી નથી.
હુસૈને એક અરજીમાં શિયા અને સુન્ની વકફ બોર્ડને ખતમ કરી મુસ્લિમ વકફ બોર્ડ બનાવવાની માગણી કરી હતી. તેમની દલીલ હતી કે વકફ અધિનિયમની કલમ-૧૩ (૨) પ્રમાણે રાજ્ય સરકાર ઇચ્છે તો શિયા અને સુન્ની વકફ બોર્ડની અલગ-અલગ સ્થાપના કરી શકે છે. આ ત્યારે જ શક્ય છે કે જ્યારે પ્રદેશમાં શિયા વકફ બોર્ડની સંખ્યા કુલ વકફ કરતાં ઓછામાં ઓછા ૧૫ ટકા હોય અથવા વકફની સંપત્તિથી શિયા વકફોની કુલ આવક ૧૫ ટકા હોય.
આ અરજી પ્રમાણે પ્રદેશમાં ન તો શિયા વકફની સંપત્તિ ૧૫ ટકા છે અને ન તો આ સંપત્તિથી કોઈ આવક પ્રાપ્ત થાય છે જેને લીધે અધિનિયમની કલમ ૧૩ (૨) પ્રમાણે પ્રદેશમાં શિયા અને સુન્ની અલગ-અલગ વકફ બોર્ડની સ્થાપના વિધિને લઈ સહમત નથી.

allahabad national news