Allahabad: બક્ષીસ લેવા માટે કમર પર લગાડ્યું QR Code, HCએ જમાદારને કર્યો સસ્પેન્ડ

01 December, 2022 09:01 PM IST  |  Allahabad | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયા પર જમાદારની તસવીર વાયરલ થયા બાદ ઇલાહાબાદ કૉર્ટે હાઈકૉર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રાજેશ બિંદલે આને ગંભીરતાથી લીધો છે અને ઉચ્ચ ન્યાયાલયના આ કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

હાઈકૉર્ટમાં (High Court) બક્ષિસ (Gift/Tip) લેવા માટે એક જમાદારે (Jamadar) એવું કામ કર્યું કે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ (Viral On Social Media) થવાની સાથે જ ઇલાહાબાદ હાઈકૉર્ટના (Allahabad High Court) નિશાને પણ આવી ગયું છે. જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇલાહાબાદ હાઈકૉર્ટના (Allahabad High Court) એક જમાદાર (Jamadar) વકીલો પાસેથી બક્ષિસ (To Receive Gift) લેવા માટે પોતાની કમરમાં પેટીએમનો ક્યૂઆર (Paytm QR Code) કોડ ચોંટાડીને ફરતો હતો. 

જમાદાર પર થઈ કાર્યવાહી
સોશિયલ મીડિયા પર જમાદારની તસવીર વાયરલ થયા બાદ ઇલાહાબાદ કૉર્ટે હાઈકૉર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રાજેશ બિંદલે આને ગંભીરતાથી લીધો છે અને ઉચ્ચ ન્યાયાલયના આ કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. હવે તાજેતરમાં મળતી માહિતી હાઈકૉર્ટના આદેશ બાદ જમાદારના સસ્પેન્શનના આદેશ જાહેર કર્યા છે.

કૉર્ટના આદેશમાં લખી છે આ વાત
"માનનીય મુખ્ય ન્યાયાધીશના દિનાંક 29.11.2022ના આદેશ હેઠળ, માનનીય શ્રી ન્યાયમૂર્તિ અજીત સિંહના 29 તારીખના પત્ર પર વિચાર કર્યા બાદ પાસ કરવામાં આવ્યો, જેમાં ન્યાયાલય જમાદાર, શ્રી રાજેન્દ્ર કુમાર-1, કર્મચારી નંબર 5098, વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી. બંડલ લિફ્ટર, શ્રી રાજેન્દ્ર કુમાર-1, કૉર્ટ પરિસરમાં પેટીએમ વૉલેટનો ઉપયોગ કરવા માટે, તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવે છે."

આ પણ વાંચો : ગાઝિયાબાદ:લિફ્ટમાં 20 મિનિટ સુધી ફસાઈ ત્રણ બાળકીઓ, કેસ દાખલ, ઘટનાનો વીડિયો વાયરલ

કૉર્ટના આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જમાદાર સસ્પેન્શનના સમય દરમિયાન હાઈકૉર્ટના નઝરત વિભાગ સાથે જોડાયેલા રહેશે અને નીચે સહી કરેલની પૂર્વાનુમતિ વગર હેડક્વૉટર નહીં છોડે. આ સસ્પેન્શન આદેશ ઇલાહાબાદ હાઈકૉર્ટના મહાનિબંધક આશીષ ગર્ગ દ્વારા પાસ કરવામાં આવ્યો છે.

national news allahabad Paytm