ત્રણેય સેનાઓએ આપ્યો ભરોસો, આપણે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર

28 February, 2019 07:59 PM IST  |  નવી દિલ્હી

ત્રણેય સેનાઓએ આપ્યો ભરોસો, આપણે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર

પાકિસ્તાને કરેલા હુમલાના મળ્યા પુરાવા(તસવીર સૌજન્યઃ ANI)

આજે સેનાની ત્રણેય પાંખના પ્રતિનિધિઓએ પ્રેસ કૉન્ફ્રેંસ કરી અને પાકિસ્તાને ગઈકાલે કરેલા હુમલાના પુરાવાઓ મીડિયાની સામે રાખ્યા. સેનાએ એ મિસાઈલના કાટમાળને રજૂ કર્યો જે માત્ર F-16 વિમાનથી જ ફાયર કરી શકાય છે. સાથે જ સેનાએ દેશવાસીઓને એ પણ ભરોસો આપ્યો છે કે સેનાની ત્રણેય પાંખ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે.

પાકિસ્તાનનો હુમલો નિષ્ફળ બનાવાયો
પ્રેસ કૉન્ફ્રેંસમાં એયરફોર્સના એજીએમ આરજીકે કપૂરે કહ્યું કે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનને જેટ મોટી માત્રામાં આવતા જોવા મળ્યા હતા. આપણા સુખોઈ,મિગ, મિરાજે તેનો પીછો કર્યો અને તેમના હુમલાને નિષ્ફળ બનાવ્યો.

પાકિસ્તાને ખોટા નિવેદન આપ્યા
સેનાની આ પ્રેસ કૉન્ફ્રેંસમાં અધિકારીઓએ એમ પણ કહ્યું કે, અમે પાકિસ્તાનને એક એફ-16ને તોડી પાડ્યુ. જો કે આ મામલે પાકિસ્તાનની તરફથી ખોટું નિવેદન આપવામાં આવ્યું. પાકિસ્તાને એવું કહ્યું કે તેમણે જાણી જોઈને ખુલ્લી જગ્યામાં બોમ્બ વરસાવ્યા પરંતુ ખરેખર તેમના નિશાન પર આપણા મિલિટરી ઈન્સ્ટૉલમેન્ટ્સ હતા. પાકિસ્તાને એફ-16 પોતાનું ન હોવાની વાત કરી હતી પરંતુ અમારી પાસે પુરાવા છે.

સેના દરેક સ્થિતિને પહોંચી વળવા તૈયાર
નેવી રેઅર એડમિરલ ગુજરાલે કહ્યું કે પાકિસ્તાનના કોઈ પણ મિસ એડવેન્ચરનો મુકાબલો કરવા માટે અમે પૂરી રીતે તૈયાર છે.

pakistan indian air force indian army indian navy