તાજમહેલ સહિત દેશના બધાં સ્મારક 6 જુલાઇથી ખુલશે, અંતિમ નિર્ણય રાજ્યનો

02 July, 2020 06:05 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

તાજમહેલ સહિત દેશના બધાં સ્મારક 6 જુલાઇથી ખુલશે, અંતિમ નિર્ણય રાજ્યનો

પ્રહ્લાદ સિંહ પટેલ

કોરોનાવાયરસ સંક્રમણને કારણે દેશમાં બંધ કરવામાં આવેલા બધાં સ્મારકો 6 જુલાઇથી શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયે આ માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્મારકોની સુરક્ષાના બધા જ પ્રબંધ કરવામાં આવશે. આ લિસ્ટમાં તે સ્મારક અને ઇમારતો પણ સામેલ છે જે પુરાતત્વ વિભાગ અને સંસ્કૃતિ મંત્રાલય હેઠળ આવે છે. એટલે કે 6 જુલાઇથી લાલકિલ્લો, તાજ મહેલ સહિત બધાં સ્મારકો શરૂ કરવામાં આવશે. જણાવવાનું કે 17 માર્ચના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઇએ 3400થી વધારે સ્મારકો બંધ કરી દીધા હતા. પણ પછીથી એએસઆઇ હેઠળ 820 ધાર્મિક સ્થળો ખોલી દેવામાં આવ્યા. હવે 6 જુલાઇથી અન્ય સ્મારકો પણ શરૂ કરવામાં આવશે.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહ્લાદ પટેલે ટ્વીટ કરીને આપી આ બાબતે માહિતી


જો કે, રાજ્ય સરકાર પોતાના રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે છે કે તેમને તેમના રાજ્યમાંનું સ્મારક શરૂ કરવું કે નહીં.

national news taj mahal