દિલ્હીમાં તમામ ખાનગી ઓફિસો પર તાળા લાગ્યા, રેસ્ટોરન્ટ-બાર પણ બંધ

11 January, 2022 01:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજથી તમામ રેસ્ટોરાં અને બાર પણ બંધ રહેશે. જોકે, રેસ્ટોરાંને હોમ ડિલિવરી અને ટેક-અવે સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત છે, જેના કારણે DDMAએ રાજધાનીમાં કેટલાક વધુ નિયંત્રણો લાદ્યા છે. આ અંતર્ગત આજથી દિલ્હીમાં ખાનગી ઓફિસો સંપૂર્ણપણે બંધ રહેશે અને કર્મચારીઓએ ઘરેથી કામ કરવું પડશે. આ સાથે રેસ્ટોરાં અને બાર વગેરે પણ બંધ રહેશે. જોકે હોમ ડિલિવરી સેવા ચાલુ રહેશે.

નવા જાહેર કરાયેલા આદેશમાં દિલ્હી વિકાસ પ્રાધિકરણે કહ્યું છે કે દિલ્હીમાં તે તમામ ખાનગી ઓફિસો જે બિન-આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ છે, તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. ત્યાંનું કામ વર્ક ફ્રોમ હોમના નિયમ હેઠળ થશે. આવશ્યક સેવાઓ સાથે જોડાયેલી ઓફિસો જ ખુલ્લી રહેશે.

આજથી તમામ રેસ્ટોરાં અને બાર પણ બંધ રહેશે. જોકે, રેસ્ટોરાંને હોમ ડિલિવરી અને ટેક-અવે સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

જો કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળે છે, તો તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51-60 અને આઈપીસીની કલમ 188 હેઠળ દોષી ગણાશે અને તેની સામે આ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

national news delhi