09 May, 2025 09:08 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાજનાથ સિંહ
કેન્દ્ર સરકારે ગઈ કાલે ઑપરેશન સિંદૂર વિશે જાણકારી આપવા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કરી હતી અને ઍર સ્ટ્રાઇક વિશે સંપૂર્ણ જાણકારી આપી હતી. રાજનાથ સિંહે બેઠકમાં જણાવ્યું કે ૧૦૦ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જોકે મરનાર આતંકવાદીઓની ગણતરી પર હજી સુધી સત્તાવાર જાણકારી સામે નથી આવી, કારણ કે હજી સુધી ઑપરેશન સિંદૂર શરૂ જ છે.
કેન્દ્રીય સંસદીય કાર્યપ્રધાન કિરેન રિજિજુએ કહ્યું, ‘બેઠકમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની વાત બાદ તમામ નેતાઓએ સેનાને શુભકામના આપી અને કહ્યું કે અમે એકજૂટ થઈ સરકારને સાથ આપીશું તેમ જ સેનાની દરેક કાર્યવાહીમાં સાથ આપીશું.’