ધોલાકુંઆ ગેંગરેપઃ તમામ આરોપી દોષી,17મી થશે સજાનું એલાન

14 October, 2014 10:03 AM IST  | 

ધોલાકુંઆ ગેંગરેપઃ તમામ આરોપી દોષી,17મી થશે સજાનું એલાન


નવી દિલ્હી,તા.14 ઓકટોબર

મહત્વપૂર્ણ છે કે આ મામલે બંને પક્ષો તરફથી દલીલો 8 સપ્ટેબરે પૂર્ણ થઈ ચૂકી હતી.ન્યાયાધીશે આ મામલે 22 સપ્ટમ્બર સુધી ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો.પરંતુ 22 સપ્ટેમ્બરે જ્યારે આ મામલે સુનાવણી શરૂ થઈ ત્યારે ઉસ્માન ઉર્ફે કાલુ તરફથી કેસ લડી રહેલા વકિલ અમીત શ્રીવાસ્તવે કોર્ટ સમક્ષ લેખિતમાં પૂરાવા સાથે છેડછાડની વાત કરી,ત્યારબાદ આ ફેસલાની સુનવણી થઈ નહી.

એ પછી 24 સપ્ટેમ્બરે બચાવ પક્ષના વકિલ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દે લેખિત કે મૌખિક રૂપે જવાબ આપવા જણાવ્યુ.જેમાં બચાવ પક્ષ દ્વારા પૂરાવાઓ સાથે છેડછાડ કરવાની વાત પાયાવિહોણી હોવાનુ કહ્યુ.આ અંગે સતવિંદર કૌરે કહ્યુ કે પૂરાવા સાથે કોઈ પણ રીતે ક્યારેય છેડછાડ કરવામાં આવી નથી.

બંને પક્ષોની દલીલોને સાંભળ્યા બાદ આ મામલે 10 ઓકટોબર સુધી નિર્ણય સ્થગિત રાખવામાં આવ્યો,પરંતુ 10 ઓકટોબરે ન્યાયાધીશ એવુ કહ્યુ હતુ કે એક વાર ફરી પોતાના નિર્ણયને સુરક્ષીત રાખવા માટે રજાના કારણે હજી સુધી આ નિર્ણયને સંપૂર્ણ રીતે લખી શકાયો નથી.

શું હતો મામલો?

24 નવેમ્બર 2010માં પૂર્વોત્તર રાજ્યની વતની તથા 30 વર્ષની બીપીઓ કર્મીચારી મહિલાનુ ઘોલાકુઆ વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યુ હતુ,તે મહિલા બીપીઓની ગાડીમાંથી ઉતરી પોતાની બહેનપણીઓ સાથે ઘર તરફ જઈ રહી હતી.બદમાશો પીડીતાનુ અપહરણ કરીને તેને મંગોલપુરી લઈ ગયા,જ્યાં સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો.

ઘટના બાગ આરોપીઓએ પીડિત મહિલાને મંગોલપુરીના જ કોઈ સુમસાન વિસ્તારમાં મૂકી દીધી હતી.બાદમાં પોલીસે જાણકારી મળતા ઘટનાસ્થળે પહોંચી પીડિતાને હોસ્પીટલમાં લઈ ગયા હતા.ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓની મેવાત વિસ્તાર માંથી ધરપકડ કરી હતી.આ મામલે પાંચ બદમાશો આરોપી ઠર્યા હતા.

આ તમામ પર સામૂહિક દુષ્કર્મ,અપહરણ સહિત ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ આરોપ ઘડાયા.આરોપીઓના નામ ઉસ્માન ઉર્ફે કાલે,શમસાદ ઉર્ફે ખુટકન,શાહિદ ઉર્ફે છોટી બિલ્લી,ઈકબાલ ઉર્ફે બડા બિલ્લી અને કમરૂદ્દીન ઉર્ફે મોબાઈલ હતા.