PM પદ માટે રાહુલ ગાંધીના નામ પર અખિલેશ યાદવ નથી સહમત

18 December, 2018 07:17 PM IST  | 

PM પદ માટે રાહુલ ગાંધીના નામ પર અખિલેશ યાદવ નથી સહમત

PM પદ માટે રાહુલ ગાંધીના નામ સાથે અખિલેશ નથી સહમત(ફાઈલ તસ્વીર)

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એમ કે સ્ટાલિનના એ નિવેદન પર અસહમતિ વ્યક્ત કરી છે. DMKના પ્રમુખ સ્ટાલિને કહ્યું હતું કે ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેગવારના રૂપમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ આગળ કરવામાં આવશે. જો કે તેના પર અખિલેશ સહમત નથી.

અખિલેશ યાદવે એ સ્પષ્ટ કર્યું કે એ જરૂરી નથી કે એમ કે સ્ટાલિનના નિવેદન સાથે ગઠબંધનના તમામ સભ્યો સહમત હોય. ગઠબંધનના ઉમેદવારના રૂપમાં રાહુલ ગાંધીનું નામ સામે લાવવા પર અખિલેશ યાદવે કહ્યું કે અત્યારે લોકો ભાજપથી નારાજ છે. એટલે જ કૉંગ્રેસને ત્રણ રાજ્યોમાં સફળતા મળી છે.

હવે ગઠબંધને તૈયાર થવું પડશે. તેમણે કહ્યું કે તેલંગાણાના મુખ્યમંત્રી, મમતા બેનર્જી અને શરદ પવારે ગઠબંધન બનાવવા માટે તમામ નેતાઓને એકસાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં જો કોઈ પોતાનો મત રાખે, તો જરૂરી નથી કે ગઠબંધનનો મત સમાન જ હોય. ગઠબંધન તરફથી વડાપ્રધાનનું નામ તમામ નેતાઓ સાથે મળીને નક્કી કરે તો સારું રહેશે.

મધ્યપ્રદેશના CM કમલનાથના નિવેદનનો કર્યો વિરોધ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવના મુખ્યમંત્રી કમલનાથના શપથગ્રહણ સમારોહમાં તો હાજરી ન આપી. અને હવે તેમના નિવેદનનો પણ વિરોધ કર્યો છે. કમલનાથે કહ્યું હતું કે બિહાર અને ઉત્તરપ્રદેશના લોકોને કારણે મધ્ય પ્રદેશના યુવાનોને નોકરી નથી મળતી.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે કમલનાથનું આ નિવેદન ખોટું છે. તમે મહારાષ્ટ્રમાંથી પણ આ જ સાંભળો છો. ઉત્તર ભારતીયો અહીં કેમ આવ્યા છે? તેમણે અહીં નોકરીઓ કેમ લીધી છે? તેમણે કહ્યું કે હવે ઉત્તર ભારતીયોએ નક્કી કરવાનું છે કે કેંદ્ર સરકાર તેમના માટે શું કરશે?

મધ્યપ્રદેશના નવનિર્વાચિત મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે યૂપી અને બિહારના લોકો અહીં આવીને કામ કરે છે. સ્થાનિક લોકોને કામ નથી મળતું. જે બાદ સોશલ મીડિયા પર ખુબ જ હંગામો થયો છે. કમલનાથે એમ પણ કહ્યું હતું કે અમારી રોજગાર યોજનાનો લાભ એ જ કંપનીઓને મળશે જે 70 ટકા સ્થાનિક લોકોને રોજગારી આપશે. જેનાથી યૂપી, બિહાર જેવા અન્ય રાજ્યોના લોકો ઓછા થઈ જાશે.

અખિલેશ યાદવે કહ્યું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનું ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને નિશાન બનાવવું યોગ્ય નથી. અહીંના લોકો જ કેંદ્ર સરકાર બનાવે છે.

rahul gandhi akhilesh yadav