છત્તીસગઢનાં માજી CM અજીત જોગીનું નિધન, પુત્રએ ટ્વીટ કરીને આપી માહિતી

29 May, 2020 06:37 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

છત્તીસગઢનાં માજી CM અજીત જોગીનું નિધન, પુત્રએ ટ્વીટ કરીને આપી માહિતી

અજિત જોગી

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું આજે 74ની વયે નિધન થઈ ગયું છે તેમને છેલ્લા 20 દિવસમાં ત્રણ હાર્ટ અટેક આવી ગયા હતા. અજિત જોગીને કાર્ડિયક અરેસ્ટ પછી હૉસ્પિટલમાં દાખલ કરાવવા આવ્યા હતા. અમિત જોગીના ટ્વિટર અકાઉન્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે અજિત જોદીના અંતિમ સંસ્કાર તેમની જન્મભૂમિ ગૌરેલામાં કાલે એટલે કે શનિવારે થશે.

ઉલ્લેખનીય છે કે તેમની રાયપુરના હૉસ્પિટલમાં 21 દિવસથી સારવાર ચાલી રહી હતી. મળતી માહિતી પ્રમાણે શુક્રવારે પણ તેમને કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો, જેના પછી તેમની સ્થિતિ વધારે ગંભીર થઈગઈ હતી. શુક્રવારે રાજધાની રાયપુરના નારાયણ હૉસ્પિટલમાં અજીત જોગીએ અંતિમ શ્વાસ લીધા. શુક્રવારે રાજધાની રાયપુરના નારાયણ હૉસ્પિટલમાં અજિત જોગીએ અંતિમ શ્વાસ લીધા.

જોગી રાજધાની રાયપુરના નારાયણા હૉસ્પિટલમાં છેલ્લા 21 દિવસથી તેમની સારવાર થઈ રહી હતી. જોગી ત્યારથી જ કોમામાં હતા. હૉસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સુનીલ ખેમકા અને ડૉ. પંકજ ઓમરના નેત-ત્વમાં વિશેષજ્ઞોની ટીમ સતત 24 કલાક સુધી તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં લાગેલી હતી.

9મેના થયા હતા દાખલ
જોગીને 9મેના રોજ કાર્ડિયક અરેસ્ટ પછી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રીના સ્ટાફે જણાવ્યું કે 9મેના રોજ સવારે નાશ્તો કરતાં જોગીને એકાએક છાતીમાં દુઃખાવો શરૂ થયો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા ગાતી. પત્ની રેણુ જોગી તેમની પાસે હતી અને તેમણે ઘરે જ હાજર સ્ટાફને આ વાતની માહિતી આપી. ત્યાર બાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા અને સ્થિતિ ગંભીર થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પિતાની તબિયત વધારે ખરાબ હોવાની સૂચના મળતાં જ અમિત જોગી પણ બિલાસપુર પહોંચી ગયા હતા.

ઘણાં સમય સુધી રહ્યા કૉંગ્રેસમાં
છત્તીસગઢ રાજ્યના ગઠન પછી પહેલા મુખ્યમંત્રી બનેલા જોગી પોતાના છેલ્લા સમયમાં છત્તીસગઢ જનતા કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. તેમણે પોતે આ પાર્ટીનું ગઠન કર્યું હતું. જો કે, આ પહેલા તેઓ કૉંગ્રેસમાં ઘણો સમય સુધી જોડાયેલા રહ્યા. આઇએએસની નોકરી મૂકીને રાજકારણમાં આવેલા જોગી રાજ્ય વિધાનસભા, લોકસભા, રાજ્યસભા અને કેન્દ્રીય કૅબિનેટના સભ્ય રહી ચૂક્યા છે.

છત્તીસગઢના પહેલા સીએમ હતા અજિત જોગી
છત્તીસગઢના ગઠન સાથે જ અજિત જોગી રાજ્યના રાજકારણના ધુરી બની ગયા. છત્તીસગઢની રાજનીતિ હંમેશાં અજિત જોગીની આસપાસ જ વણાયેલી રહી છે. અજિત જોગીએ વર્ષ 2000માં છત્તીસગઢના મુખ્યમંત્રી પદના પહેલી વાર શપથ લીધા ત્યારનું તેમનું નિવેદન ઇતિહાસના પાના પર અમિટ પંક્તિઓની જેમ નોંધાઈ ગયું જેને દરેક રાજકારણી વિશ્લેષક વારંવાર દોહરાવે છે.

બે વાર રાજ્યસભાના સભ્ય, બે વાર લોકસભા સભ્ય, એકવાર મુખ્યમંત્રી રહ્યા સિવાય તેમના ખાતામાં કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહેવાનો રેકૉર્ડ પણ નોંધાયેલો છે.

chhattisgarh national news