૪૮ કલાકમાં બીજી વખત નરેન્દ્ર મોદી અને અજિત ડોભાલ વચ્ચે મુલાકાત

07 May, 2025 01:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અજિત ડોભાલ સિવાય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ સિવાય ત્રણેય સેનાના પ્રમુખો સાથે વડા પ્રધાન મોદી બેઠક કરી ચૂક્યા છે.

અજિત ડોભાલે

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મંગળવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફરી મુલાકાત કરી હતી. ૪૮ કલાકમાં બન્ને વચ્ચે આ બીજી બેઠક હતી. પાકિસ્તાન સાથે જે રીતે તનાવપૂર્ણ સ્થિતિ છે એને જોતાં આ મહત્ત્વની મુલાકાત છે. અજિત ડોભાલ સિવાય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ સિવાય ત્રણેય સેનાના પ્રમુખો સાથે વડા પ્રધાન મોદી બેઠક કરી ચૂક્યા છે. આ બેઠકોના દોરથી અંદાજ લગાવી શકાય છે કે ભારત-પાકિસ્તાન વિરુદ્ધ આકરાં પગલાં ભરી શકે છે. પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફ સહિત અનેક નેતાઓ સતત અલર્ટ મોડમાં છે એટલું જ નહીં, પાકિસ્તાને હવે ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ચીફ આસિમ મલિકને જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવી દીધા છે.

narendra modi national news pakistan india news