વારંવાર ડૉક્યુમેન્ટ્સ માગી હેરાન કરવા બદલ ટેલિકૉમ કંપનીને દંડ

03 August, 2012 05:46 AM IST  | 

વારંવાર ડૉક્યુમેન્ટ્સ માગી હેરાન કરવા બદલ ટેલિકૉમ કંપનીને દંડ

દિલ્હીના સ્કૂલ-ટીચર મનોજ શર્માને તેમનું છ વર્ષ જૂનું કનેક્શન રિન્યુ કરવા માટે ટેલિકૉમ કંપની ભારતી ઍરટેલ દ્વારા નવા ડૉક્યુમેન્ટ્સની માગણી કરવામાં આવી હતી એટલું જ નહીં, અગાઉ આ ડૉક્યુમેન્ટ્સ જમા કરાવ્યા હોવા છતાં વારંવાર ડૉક્યુમેન્ટ્સ માગવામાં આવ્યા હતા તથા મનોજ શર્માના મોબાઇલ ફોનના આઉટ-ગોઇંગ કૉલ્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. મનોજ શર્માએ પછી નવી દિલ્હીની કન્ઝ્યુમર ફોરમ સમક્ષ ફરિયાદ કરી હતી.

 

તેમની અરજી પર ચુકાદો આપતાં ફોરમે ટેલિકૉમ કંપનીને વળતર ચૂકવવાનો આદેશ આપતાં કહ્યું હતું કે પાસર્પોટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રૅશનકાર્ડ જેવા રહેઠાણના પુરાવા મેળવ્યા પછી જ પોસ્ટ-પેઇડ કનેક્શન આપવામાં આવતું હોય છે.