ઉત્તરાખંડના કસ્ટમરોને ઍરટેલે આપ્યો રૂ. 10 એક્સ્ટ્રા ટૉક-ટાઇમ

24 June, 2013 11:45 AM IST  | 

ઉત્તરાખંડના કસ્ટમરોને ઍરટેલે આપ્યો રૂ. 10 એક્સ્ટ્રા ટૉક-ટાઇમ


ઉત્તરાખંડ : તબાહી, તારાજી અને જાંબાઝોની હિમ્મત, જુઓ તસવીરોમાં



ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આફતમાં મદદ કરવા માટે આર્મીની સાથે હવે કૉર્પોરેટ હાઉસો પણ જોડાયાં છે. જિંદલ સ્ટીલ ઍન્ડ પાવર કંપની લિમિટેડે પાંચ કરોડ રૂપિયા ઉત્તરાખંડ રાહત ભંડોળમાં આપ્યા હતા. કંપનીના કામદારોએ તેમનો એક દિવસનો પગાર આ રાહત ભંડોળમાં ફાળવ્યો હતો. આ કંપનીએ ઉત્તરાખંડમાંથી બચાવી લેવામાં આવેલા અને દિલ્હી સુધી રોડ પ્રવાસ ન કરી શકે એવા લોકો માટે દેહરાદૂનથી દિલ્હી વચ્ચે બે વિમાનો આપ્યાં છે જેઓ એક વખતે ૩૭ લોકોને લાવી શકે છે. ટેલિકૉમ કંપની ઍરટેલે ઉત્તરાખંડમાં તેમના ૨૦,૦૦૦ કસ્ટમરોને ૧૦ રૂપિયાનો વધારાનો ટૉક ટાઇમ આપ્યો છે. આ સિવાય ઍરટેલ-ટુ-એરટેલ ફોનમાં ૫૦ વધારાની મિનિટો આપી છે. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીએ ચારધામ યાત્રામાં જે રસ્તા ધોવાઈ ગયા છે ત્યાં કચરો હટાવવા માટે અનેક કન્સ્ટ્રક્શન સાધનો અને મેનપાવર આપ્યો છે. આ સિવાય બચાવવામાં આવેલા લોકો માટે શેલ્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. દેશનાં વિવિધ ચૅમ્બર્સની મુખ્ય સંસ્થા ઍસોચેમે ઇન્ડસ્ટ્રીમાંથી બે કરોડ રૂપિયા એકઠા કર્યા છે, જે વડા પ્રધાનના રાહત ફન્ડમાં મોકલવામાં આવશે.