બે કલાકથી ઓછા સમયવાળી ફ્લાઇટમાં ભોજનની સુવિધા નહીં

13 April, 2021 11:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે હવાઈ યાત્રા સંબંધમાં નવી સૂચના જાહેર કરી છે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે હવાઈ યાત્રા સંબંધમાં નવી સૂચના જાહેર કરી છે. હવે બે કલાક કરતાં જેનો ઓછો પ્રવાસ હોય એવી ફ્લાઇટમાં ભોજન નહીં આપવામાં આવે. સિવિલ એવિયેશન દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે ડોમેસ્ટિક ફ્લાઇટની સર્વિસ આપનારી ઍરલાઇન્સ બે કલાક કે એના કરતાં ઓછા સમયના પ્રવાસવાળી ફ્લાઇટમાં ભોજન નહીં આપી શકે. વળી લાંબા અંતરની ફ્લાઇટમાં જો ભોજન આપવામાં આવે તો એ ડિસ્પોઝેબલ પ્લેટમાં આપે. ગયા વર્ષે લૉકડાઉન દરમ્યાન બે મહિના માટે ફ્લાઇટ બંધ રાખવામાં આવી હતી.

national news