બૅગેજ વગરના પ્રવાસીઓને ડિસ્કાઉન્ટ આપવાની એરલાઇન્સને મળી છે છૂટ

27 February, 2021 11:52 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બૅગેજ વગરના પ્રવાસીઓને ડિસ્કાઉન્ટ આપવાની એરલાઇન્સને મળી છે છૂટ

પ્રતીકાત્મક તસવીર

ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન(ડીજીસીએ)ના સર્ક્યુલરમાં કેટલીક સર્વિસિસ જુદી પાડીને તેમને ‘ઓપ્ટ ઇન બેઝીસ’ પર ચાર્જેબલ બનાવવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં વિમાન પ્રવાસનાં ભાડાં વધારવામાં આવ્યાના કેટલાંક અઠવાડિયાં પછી ડીજીસીએના તંત્રે ચેક-ઇન બૅગેજ વગરના પ્રવાસીઓને ટિકિટની કિંમતોમાં રાહત આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

શુક્રવારે બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરમાં જુદી પાડીને ચાર્જેબલ કરવામાં આવેલી સર્વિસિસના વર્ણન-વિવરણ આપવામાં આવ્યા હતા. ઓપ્ટ ઇન બેઝીસ પર ચાર્જેબલ ગણવામાં આવેલી સર્વિસિસમાં પ્રેફરેન્શિયલ સીટિંગ, નાસ્તો-જમણ-પીણાંના ચાર્જિસ, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ ચાર્જ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કૅરેજ ચાર્જ, એરલાઇન લૉન્જ યુઝિંગ ચાર્જ વગેરેનો સમાવેશ છે. એરલાઇનની બૅગેજ પૉલિસીના ભાગરૂપે શિડ્યુલ્ડ એરલાઇન્સ ફ્રી બૅગેજ એલાવન્સ અથવા ઝીરો બૅગેજ અથવા નો ચેક ઇન બૅગેજ ફેર ઑફર કરી શકશે. એ ચાર્જિસ બહુ મોંઘા નહીં હોય. પ્રવાસી ટિકિટ બુકિંગ કરાવે ત્યારે એ ચાર્જિસની રકમ ‘ડિસ્પ્લે ફેસિલિટી’ પર બતાવવામાં આવશે. તે ઉપરાંત ટિકિટની ઉપર છાપવામાં આવશે.

national news