Coronavirus ઍર ઇન્ડિયાના પાંચ પાઇલટ કોરોના પૉઝિટીવ

10 May, 2020 06:31 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirus ઍર ઇન્ડિયાના પાંચ પાઇલટ કોરોના પૉઝિટીવ

ઍર ઇન્ડિયા (ફાઇલ ફોટો)

ઍર ઇન્ડિયાના 5 પાઇલટ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. આ બધાંની કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવી છે. હકીકતે, ઉડાનની ડ્યૂટીના 72 કલાક પગેલા આ ટેસ્ટ કરવામાં આવે છે. આ બધાં મુંબઇમાં છે. આ બધાંમાં કોરોના વાયરસના કોઇપણ લક્ષણો જોવા મળ્યા નહોતા. પાઇલટ્સે તાજેતરમાં જ ગુઆંગજૌ માટે કાર્ગો ફ્લાઇટ્સમાંની એકનું સંચાલન કર્યું હતું.

નોંધનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3277 નવા કેસ સામે આવ્યા છે અને વાયરસને કારણે 127 લોકના મૃત્યુ થયા છે. રવિવારે આવેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશભરમાં કોરોનાવાયરસના કેસ વધીને લગભગ 60 હજાર એટલે કે 62939 થઈ ગયા છે. મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે દેશમાં આ સમયે 41472 એક્ટિવ કેસ છે. કુલ કેસમાં અત્યાર સુધી 19357 લોકો સાજાં થઈ ગયા છે અને લગભગ 2109 લોકોના મૃત્યુ થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસનો સૌથી પ્રભાવિત વિસ્તાર મહારાષ્ટ્ર છે. અહીં કોરોનાવાયરસના અત્યાર સુધી સૌથી વધારે 779 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે. હવે અહીં મહામારીથી સંક્રમિતોની સંખ્યા20228 થઈ ગઈ છે. દેશમાં વધતાં કેસને જોતાં કેન્દ્ર સરકારે દેશમાં લૉકડાઉન 17 મે સુધી લંબાવી દીધું હતું, દો કે, આ વખતે લૉકડાઉનના નિયમોમાં કેટલીક છૂટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે કોરોના વાયરસનો સૌથી પહેલો કેસ ગયા વર્ષે ચીનના વુહાન શહેરમાં આવ્યો હતો. ત્યાર બાદ આ અન્ય દેશોમાં ફેલાવાનું શરૂ થયું. હાલ ભારત સહિત અનેક મોટા રાજ્યો કોરોનાની વેક્સિન શોધવામાં લાગેલા છે.

national news air india coronavirus covid19