રાજસ્થાનના બીકાનેરમાં વાયુસેનાનું ફાઈટર જેટ MIG-21 દુર્ઘટનાગ્રસ્ત

08 March, 2019 06:52 PM IST  |  બીકાનેર

રાજસ્થાનના બીકાનેરમાં વાયુસેનાનું ફાઈટર જેટ MIG-21 દુર્ઘટનાગ્રસ્ત

રાજસ્થાનના બીકાનેર પાસે મિગ-21 ક્રેશ

બીકાનેરમાં ભારતી વાયુસેનાનું મિગ-21 લાઈસન લડાયક વિમાન ક્રેશ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે પાયલટ સુરક્ષિત છે, પાયલટે વિમાન ક્રેશ થતા પહેલા જ પેરાશૂટથી છલાંગ લગાવી દીધી હતી. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે શુક્રવારે બીકાનેર પાસે નલ એયરબેઝથી ઉડાન ભરી જ હતી કે ત્યારે જ એક પક્ષી ટકરાયું જેના લીધે આ દુર્ઘટના થઈ. આ વિમાન પોતાના એક નિયમિત મિશન પર હતું. અકસ્માતની સૂચના મળતા જ એયરફોર્સની ટીમ ઘટનાસ્થળ પર રવાના થઈ ચુકી છે.

બીકાનેરના એસપી પ્રદીપ મોહન શર્માએ કહ્યું કે બીકાનેર શહેરથી 12 કિલોમીટર દૂર શોભાસરની ઢાણીમાં MIG-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, પોલીસની ટીમે અકસ્મતાની જગ્યામાં ઘેરાબંધી કરી છે. અકસ્માતમાં કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ.

મિગ-21 બાઈસન વિમાન ક્રેશ થવાની આ બીજી ઘટના છે. હમણા કેટલાક દિવસ પહેલા વિંગ કમાંડર અભિનંદન પણ વાયુસેનાનું મિગ-21 બાઈસન જ ઉડાવી રહ્યા હતા, જ્યારે તે ક્રેશ થઈ ગયું હતું. મિગ વિમાનના ક્રેશ થવાની ઘટના સામાન્ય થઈ ગઈ છે કારણ કે આ વિમાનો પાંચ દાયકા જૂની થઈ ગયા છે અને આ વિમાનોને બદલવાની માંગણી ઘણા સમયથી કરવામાં આવી રહી છે.

rajasthan bikaner indian air force