18 May, 2025 12:46 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
કેદારનાથમાં ઍર ઍમ્બ્યુલન્સ લૅન્ડિંગ વખતે ક્રૅશ થઈ
ઉત્તરાખંડના કેદારનાથમાં શનિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. એક ઍર ઍમ્બ્યુલન્સ હેલિકૉપ્ટર કેદારનાથ પહોંચ્યું એ દરમ્યાન કેદારનાથના હેલિપૅડ પર ઉતરાણ કરતાં પહેલાં સંતુલન ગુમાવતાં ક્રૅશ થયું હતું. દુર્ઘટનામાં હેલિકૉપ્ટરની ટેલ બોન તૂટી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં પાઇલટ સુરક્ષિત બહાર નીકળી ગયો હતો. આ ઍર ઍમ્બ્યુલન્સ હૃષીકેશના ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ની હતી.