અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટ ત્રણ વાર ડિલે, મુસાફરોએ મચાવ્યો હોબાળો

29 April, 2019 08:28 PM IST  | 

અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટ ત્રણ વાર ડિલે, મુસાફરોએ મચાવ્યો હોબાળો

ફાઈલ ફોટો

ભારતીય એરલાઇન્સ કંપનીઓ માટે હાલ સારા દિવસો નથી ચાલી રહ્યા. જેટ એરવેઝ બંધ થઇ ગઇ. ત્યાર બાદ એ ઇન્ડિયા એરવેઝમાં 2 થી 3 વાર ટેકનિકલ ખામીઓ સામે આવી હતી. ત્યાર બાદ હવે સ્પાઈસ જેટમાં ત્રણ વાર એનાઉન્સમેન્ટ પછી ફ્લાઈટ મોડી પડતા મુસાફરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. અમદાવાદથી બેંગ્લોર જતી એસજી-928 ફ્લાઈટને ત્રણ વાર મોડી પડી હતી. સ્પાઈસ જેટ દ્વારા ત્રણ વાર ફ્લાઈટના ઉડાનનો સમય કહેવામાં આવ્યો હતો તેમ છતા ફ્લાઈટે ઉડાન ભરી હતી જેના કારણે પરેશાન મુસાફરોએ ફ્લાઈટમાં ચડવાની ના પાડી હતી અને પૈસા પાછા માગ્યા હતા જેના કારણે હોબાળો મચ્યો હતો.

એક યાત્રી અનુસાર પહેલા ફ્લાઈટ 9:40એ ઉડાન ભરવાની હતી તે ત્રણ કલાક મોડી 12:40 કરવામાં આવી હતી. ત્યાર બાદ 25 મિનિટ અને 35 મિનિટ એમ 2 વાર ફ્લાઈટને મોડી કરી હતી જેના કારણે મુસાફિરો પરેશાન જોવા મળ્યા હતા. ત્યાર બાદ જ્યા સુધી મોડા પડવા માટે વળતર ન ચૂકવવામાં આવે ત્યા સુધી ફ્લાઈટ લેવા જણાવવામાં આવ્યું હતું.'

સ્પાઈસ જેટ પ્રવક્તાએ આ વિશે વાત કરતા કહ્યું હતું કે, ઓપરેશન સમસ્યાઓને લીધે અને ખરાબ વાતાવરણને લઈને ફ્લાઈટ મોડી કરવામાં આવી હતી. આખરે ફ્લાઈટે તેના નિર્ધારિત સમય કરતા 6 કલાક મોડી સવારે 3:25 વાગે અમદાવાદથી ઉડાન ભરી હતી