અગ્નિ 5 મિસાઈલનું સફળ પરીક્ષણ, યુરોપ સુધી છે મારક ક્ષમતા

26 December, 2018 03:09 PM IST  | 

અગ્નિ 5 મિસાઈલનું સફળ પરીક્ષણ, યુરોપ સુધી છે મારક ક્ષમતા

યુરોપ પર પણ નિશાન સાધી શકે છે અગ્નિ 5

અંતરિક્ષ બાદ હવે સુરક્ષા ક્ષેત્રે પણ ભારત ઉંચી ઉડાન ભરી રહ્યું છે. ભારતે આંતરમહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ 5નું સફળ પરીક્ષણ કર્યું છે. બપોરે 1.30 વાગે અગ્નિ 5 મિસાઈલનું પરીક્ષણ કરાયું. આ મિસાઈલનું આ સાતમું પરીક્ષણ હતું. 5,500 કિલોમીટર સુધી પ્રહાર કીર શખનાર અગ્નિ 5 મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના સમુદ્રી તટ પર કરવામાં આવ્યું.

અગ્નિ 5ની રેન્જ 5,500 કિલોમીટર કરતા વધુ છે. એટલે કે અગ્નિ 5ની રેન્જમાં ચીન, પાકિસ્તાન સહિત યુરોપ પણ આવી ગયું છે. એગ્નિ 5 ટેક્નોલોજીના મામલે સૌથી એડવાન્સ મિસાઈલ છે. તેમાં નેવીગેશન ગાઈડન્સ, વૉર હેડ અને એન્જિનની અત્યાધુનિક સુવિધાઓ છે.

તો અમેરિકા, રશિયા, ફ્રાંસ અને ચીન બાદ હવે ભારત પાંચમો દેશ છે જેની પાસે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છે. એટલે કે એક ખંડમાંથી બીજા ખંડ સુધી 5 હજાર કિલોમીટરથી વધુ પ્રહાર કરનારી મિસાઈલ છે.

અગ્નિ 5 વિશે...

અગ્નિ 5 17.5 મીટર લાંબી, 2 મીટર પહોળી, 50 ટન વજનની મિસાઈલ છે. જે દોઢ ટન વિસ્ફોટકો લઈ જઈ શકે છે. મિસાઈલની સ્પીડ અવાજની સ્પીડ કરતા 24 ગણી છે.

આ પહેલા 2012, 2013, 2015, 2016, જાન્યુઆરી 2018, જૂન 2018માં અગ્નિ 5નું સફળ પરીણ થઈ ચુક્યુ છે.

indian space research organisation