રતન તાતાને કઈ વાતનો છે ડર?, ફેક ન્યૂઝ વિશે કહી આ વાત

04 May, 2020 12:48 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

રતન તાતાને કઈ વાતનો છે ડર?, ફેક ન્યૂઝ વિશે કહી આ વાત

રતન તાતા (ફાઇલ ફોટો)

છેલ્લા ત્રણ અઠવાડિયામાં આ બીજી ઘટના છે જ્યારે જાણીતાં ઉદ્યોગપતિ રતન તાતાને તેમના નામે ચાલતી ફેક ન્યૂઝને લઈને સ્પષ્ટતા આપવી પડી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું ડર લાગવા માંડ્યો છે.

ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝનું ચલણ સતત વધી રહ્યું છે. ફેક ન્યૂઝથી કોઇપણ બચી શક્યું નથી. દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન તાતા ફરી એકવાર ફેકન્યૂઝના અડફેટે આવી ગયા છે. ત્રણ અઠવાડિયામાં આ બીજીવાર થયું છે જ્યારે તેમને ટ્વીટ કરીને આ વિસે સ્પષ્ટતા કરવી પડી છે. આજે તેમણે એક ન્યૂધ પેપર કટિંગ ટ્વીટ કરી અને કહ્યું કે મને હવે ડર લાગવા માંડ્યો છે.

રતન તાતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે જે કંઇ પણ આ પેપર કટિંગમાં કહેવામાં આવ્યું છે તે મેં નથી કહ્યું. હું ખોટાં સમાચારની સતત માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. સાથે જ તેમણે ન્યૂઝ સોર્સ વેરિફાઇ કરવાની પણ અપીલ કરી છે. જો મારી તસવીર સાથે કંઇ લખેલું છે તો એનો અર્થ એ નથી કે તે મેં કહ્યું છે. આ સમસ્યા ઘણાં લોકો સાથે થઈ રહી છે.

આ પેપર કટિંગમાં લખવામાં આવ્યું છે કે ટાટા ટ્રસ્ટના ચૅરમેન રતન તાતાએ વ્યાવસાયિક પેશાવરોને એક મેસેજ શૅર કર્યો છે. આ મેસેજ દ્વારા કહેવામાં આવ્યું છે કે 2020 ફક્ત જીવવા માટે છે, આથી આ વર્ષે ફાયદા અને નુકસાન વિશે ન વિચારો. સાથે જ સપનામાં પણ કોઇ આયોજન વિશે વાત ન કરો. આ વર્ષ પોતાને જીવતાં રાખવું એ જ સૌથી મોટો લાભ છે.

એપ્રિલના બીજા અઠવાડિયામાં પણ તેમના નામે પ્રકાશિત ન્યૂઝમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના મહામારીને લઈને વિશેષજ્ઞો કહે છે કે આથી અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જશે. પણ હું ફક્ત એટલું કહેવા માગું છું કે આ વિશેષજ્ઞોને માનવીય પ્રેરણા અને જનૂન સાથે કરવામાં આવેલા પ્રયત્નો વિશે વધુ માહિતી નથી.

national news ratan tata business news