જામા મસ્જિદમાં Tik Tok પર પ્રતિબંધ, જાણો શું છે કારણ

09 June, 2019 03:18 PM IST  | 

જામા મસ્જિદમાં Tik Tok પર પ્રતિબંધ, જાણો શું છે કારણ

જામા મસ્જિદમાં Tik Tok પર પ્રતિબંધ

જામા મસ્જિદની તો ત્યાં છોકરીઓનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે અને વીડિયો વાયરલ થયા બાદ ત્યા કોઈને પણ વીડિયો બનાવવાની મંજૂરી નથી.

આજકાલ Tik Tok પર વીડિયો બનાવવાનો ક્રેઝ વધી ગયો છે. કોઈ ડાન્સ કરતા, તો કઈ એક્ટિંગ કરતા જેવી અટકળો કરતા હોય છે, ત્યારે વાત કરીએ જામા મસ્જિદની તો ત્યાં છોકરીઓનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે અને વીડિયો વાયરલ થયા બાદ ત્યા કોઈને પણ વીડિયો બનાવવાની મંજૂરી નથી.

જામા મસ્જિદમાં હવે Tik Tok પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. હવે તમે મસ્જિદની અંદર જઈને વીડિયોઝ બનાવી નહીં શકો. આ નિર્ણય બે વિદેશી છોકરીઓના ડાન્સના લીધે લેવામાં આવ્યો છે. આ બન્ને વિદેશી છોકરીઓ મસ્જિદમાં નમાજ પઢવાના કક્ષમાં ડાન્સ કરતા વીડિયોઝ બનાવી રહી હતી.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ જામા મસ્જિદમાં Tik Tok પર પ્રતિબંધ લગાવી દીધો છે.

હવે જામા મસ્જિદની અંદર સિવિલ ડિફેન્સના મેમ્બર 55 વર્ષના કેફિયત ખાન લોકો પર નજર રાખી રહ્યો છે. એમનું કામ મસ્જિદની અંદર ફોટો અને વીડિયો બનાવનારાઓને રોકવાનું છે.

જણાવી દઈએ કે મસ્જિદમાં છોકરીઓના ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ હવે કોઈને પણ વીડિયો બનાવવાની મંજૂરી નથી. અહીંયા હજારો લોકો નમાજ પઢવા મસ્જિદમાં આવે છે અને ફરવા આવેલા લોકોને ફોટોઝ અને વીડિયોઝનો ઘણો શોખ હોય છે, પરંતુ આ ઘટના બાદ જામા મસ્જિદમાં વીડિયો બનાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : આજે શ્રીલંકાના પ્રવાસે PM મોદી, રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના સાથે કરશે વાતચીત

આ વિદેશી યુવતીઓએ ગાઉન પહેરીના નમાજ કક્ષમાં દાખલ થયા હતા અને 16 સેકેન્ડનો વીડિયો બનાવ્યો હતો. એટલું જ નહીં મસ્જિદની અંદર તાજેતરમાં એક્ટિંગ કરતો પણ વીડિયો વાયરલ થયો હતો.

jama masjid national news